Broker's Top Picks: પેન્ટ્સ સેક્ટર, ઓરોબિન્દો ફાર્મા, હિન્ડાલ્કો, મારૂતિ સુઝુકી, આઈટીસી, એલજી ઈલેક્ટ્રોનિક્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: પેન્ટ્સ સેક્ટર, ઓરોબિન્દો ફાર્મા, હિન્ડાલ્કો, મારૂતિ સુઝુકી, આઈટીસી, એલજી ઈલેક્ટ્રોનિક્સ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ હિન્ડાલ્કો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1210 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Novelisમાં આગ અને વધેલા દેવા અંગે માર્કેટ નેગેટીવ પ્રતિક્રિયા અતિશયોક્તિપૂણ છે.

અપડેટેડ 10:04:03 AM Feb 18, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

પેન્ટ્સ સેક્ટર પર HSBC

એચએસબીસીએ પેન્ટ્સ સેક્ટર પર સ્ટ્રક્ચરલ ચિંતાઓ વચ્ચે ઈન્ડસ્ટ્રીયલ સાઈકલ રિકવરી થઈ. નબળી માંગની વચ્ચે કાચા માલની કિંમતો અને સ્પર્ધાત્મક માહોલથી ટેઇલવિન્ડ્સ મર્યાદિત છે. FY27માં હાઈ સિંગલ ડિજિટ EBITDA ગ્રોથ માટે વેલ્યુએશન વધાર્યા. એશિયન પેન્ટ્સ અને બર્જર પેન્ટ્સ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે.


પેન્ટ્સ સેક્ટર પર મેક્વાયરી

મેક્વાયરીએ પેન્ટ્સ સેક્ટર પર ઓક્ટોબરમાં નબળા પ્રદર્શનથી Q3માં સેલ્સ ગ્રોથ ધીમો રહ્યો. ડિમાન્ડ આઉટલુક માટે સતર્કતા પણ સ્પર્ધાત્મક દબાણ સ્થિર છે. H2CY26માં રિકવરીની અપેક્ષા, Q3માં EBITDAમાં ઘટાડાથી EPS અને લક્ષ્યાંકમાં ઘટાડો થયો. પ્રેફરેન્સ ઓર્ડર: એશિયન પેન્ટ્સ, કન્સાઈ નેરોલેક, બર્જર પેન્ટ્સ છે.

ઓરોબિન્દો ફાર્મા પર HSBC

એચએસબીસીએ ઓરોબિન્દો ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1415 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Adquey માટે US FDA પાસેથી મંજૂરી મળી છે. Adqueyમાં $250–300 મિલિયનનું બ્રાન્ડ બનવાની ક્ષમતા છે. પણ USમાં માર્કેટિંગ અમલીકરણ અને સ્પેશલિસ્ટ હાયરિંગ જરૂરી રહેશે.

હિન્ડાલ્કો પર HSBC

એચએસબીસીએ હિન્ડાલ્કો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1210 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Novelisમાં આગ અને વધેલા દેવા અંગે માર્કેટ નેગેટીવ પ્રતિક્રિયા અતિશયોક્તિપૂણ છે.

મારૂતિ સુઝુકી પર નોમુરા

નોમુરાએ મારૂતિ સુઝુકી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹16,118 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આકર્ષક BaaS પ્રાઈસિંગ સાથે eવિટારાનું લોન્ચિંગ થશે. eવિટારાના લોન્ચિંગથી EV સેગમેન્ટને બૂસ્ટ મળશે. FY26/27 માટે 12,000/24000 યુનિટ સ્થાનિક વોલ્યુમ શક્ય છે.

ITC પર UBS

યુબીએસએ આઈટીસી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹420 પ્રતિશેરથી ઘટાડીને ₹395 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિસ્ટ્રીબ્યુશન ચેક કિંમતોમાં ઉછાળાના સંકેતો છે. 84mm સિગરેટની કિંમત ₹17/Stickથી વધારીને ₹24/Stick શક્ય છે. 64mm સિગરેટની કિંમત ₹5.9/Stickથી વધારીને ₹7/Stick શક્ય છે. 69mm ગોલ્ડ ફ્લેકની કિંમતની જાહેરાત બાકી છે. પ્રાઈસિંગથી વોલ્યુમ અને EBITનું દબાણ ઘટી શકે છે.

LG ઈલેક્ટ્રોનિક્સ પર GS

ગોલ્ડમેન સૅક્સે એલજી ઈલેક્ટ્રોનિક્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીથી મજબૂત ગ્રોથ માટે કંપની તૈયાર છે. કંપનીને પ્રીમિયમાઈઝેશનનો ફાયદો શક્ય છે. ગ્લોબલ સાઉથ સ્ટ્રેટેજીથી એક્સપોર્ટમાં સુધારો શક્ય છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 18, 2026 10:04 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.