Broker's Top Picks: પાઈપ કંપનીઓ, ક્યુમિન્સ, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસ્ટર ડીએમ, ટીટાગઢ રેલ છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ અલ્ટ્રાટેક સિમેન્ટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹13500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે H2માં ડિમાન્ડમાં રિકવરીની અપેક્ષા છે. GST ઘટાડા પછી પણ મધ્યમ ગાળામાં ભાવ વધારો શક્ય છે. કોલ સેસ દૂર કરવાથી ખર્ચમાં ₹20/ટનનો ઘટાડો શક્ય છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પાઈપ કંપનીઓ પર UBS
યુબીએસએ પાઈપ કંપનીઓએ એસ્ટ્રલ માટે ખરીદદારીની સલાહ યથાવત્ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ માટે વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3500 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું કે H2FY26માં પ્લાસ્ટીક પાઈપ સેલ્સ વોલ્યુમ રિકવરની અપેક્ષા છે. FY27માં સેક્ટર સેલ્સ વોલ્યુમ ગ્રોથ હાઈ સિંગલ ડિજિટ રહેવાની અપેક્ષા છે. ચીનની એન્ટિ-ઇવોલ્યુશન પુશથી PVC પાઈપના પ્રાઈસ નીચેની રિકવર થઈ શકે છે. BIS, એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી જેવા ભારતીય પગલાંથી PVC ના ભાવ ફરી વધી શકે છે. એસ્ટ્રલ એટલે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન સાથે માર્જિનમાં સુધારાને કારણે ખરીદદારી. સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ એટલે કે અન્ય બિઝનેસમાં ઉંચા કેપેક્સ, RoCE ચિંતાઓ અને પડકારોને કારણે વેચવાલી.
ક્યુમિન્સ પર નોમુરા
નોમુરાએ ક્યુમિન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોથ ઇથોસમાં કોસ્ટ એફિશિયન્સીનો સમાવેશ છે. 33% RoE સાથે FY25-28 દરમિયાન 18% PAT CAGRની અપેક્ષા છે. BESS KKC ના પ્રોડક્ટ ઓફરિંગના વેલ્યુ પ્રસ્તાવને વધુ મજબૂત બનાવશે. GST ઘટાડાને કારણે માંગમાં તેજીના અનુમાન, પ્રાઈવેટ કેપેક્સ રિવાઇવલની અપેક્ષા છે.
L&T પર CLSA
સીએલએસએ એ એલએન્ડટી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4320 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં મીટિગં ગાઈડન્સ અંગે આશાવાદી છે. વર્ષ દર વર્ષના આધાર પર Q1માં ઓર્ડરબુક 41% YoY, નફો 31% YoY, RoE Expansion 230 bpsનો વધારો થયો. પશ્ચિમ એશિયા અને ભારતમાં 12–15 મોટા $1bnથી વધુના ઓર્ડરથી FY26માં મોટી તક છે. માર્જિન ગાઈડન્સએ માર્કેટની ચિંતા ઓછી કરી.
અલ્ટ્રાટેક સિમેન્ટ પર CLSA
સીએલએસએ એ અલ્ટ્રાટેક સિમેન્ટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹13500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે H2માં ડિમાન્ડમાં રિકવરીની અપેક્ષા છે. GST ઘટાડા પછી પણ મધ્યમ ગાળામાં ભાવ વધારો શક્ય છે. કોલ સેસ દૂર કરવાથી ખર્ચમાં ₹20/ટનનો ઘટાડો શક્ય છે.
એસ્ટર DM પર HSBC
એચએસબીસીએ એસ્ટર ડીએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹680 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વોલિટી કેમિકલ ઈન્ડસ્ટ્રી સાથેનું મર્જર Q4FY26 સુધીમાં પૂરૂ થવાની યોજના છે. કેરળ અને બેંગલુરુમાં ગ્રોથ મુખ્ય ડ્રાઈવર છે.
ટિટાગઢ રેલ પર MS
મોર્ગન સ્ટેનલીએ ટિટાગઢ રેલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1017 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 21000 કરોડના મોટા પેસેન્જર ટેન્ટર છે. કંપનીની ક્ષમતા અને ટેક સપોર્ટનો ફાયદો મળશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.