Broker's Top Picks: રિયલ એસ્ટેટ, ડીએલએફ, સ્ટીલ, બીઈએલ, અદાણી પોર્ટ, કોફોર્જ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે ડીએલએફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દહલિયાસ પ્રોજેક્ટના લોન્ચથી કેશ ફ્લો મજબૂત છે. ગુડગાંવ માર્કેટ અંગેની ચિંતાઓ કદાચ અતિશયોક્તિપૂર્ણ છે. મુંબઈમાં નવા પ્રોજક્ટ લોન્ચ શેર માટે ટ્રીગમ પોઈન્ટ બની શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિયલ એસ્ટેટ પર HSBC
એચએસબીસીએ રિયલ એસ્ટેટ પર ચાલુ પ્રોજેક્ટ્સ હવે કંપનીઓના કુલ EV ના 40-50% હિસ્સો ધરાવે છે. ભવિષ્યમાં સેલ્સ વિના પણ ફ્રિ કેશ ફ્લો પોઝિટીવ રહેવાની ધારણા છે. બેલેન્સ શીટ મજબૂત અને માર્જિન મજબૂત રહેવાની શક્યતા. ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF, પિરામલ એન્ટરપ્રાઈસિસ અને શોભા માટે ખરીદદારીની સલાહ છે. ઓબેરોય રિયલ્ટી માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે.
રિયલ એસ્ટેટ પર સિટી
સિટીએ રિયલ એસ્ટેટ પર ઓબેરોય રિયલ્ટી અને Prestige Estates માટે ખરીદદારીની સલાહ આપી છે. DLF માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. શોભા માટે વેચવાલીની સલાહ આપી છે. Phoenix Mills ટોપ પિક યથાવત્ છે. જૂના મોલમાં 7-9% ઓર્ગેનિક કન્ઝમ્પશન ગ્રોથ યથાવત્ છે. નવા મોલ્સનો ઉમેરો મધ્યમ ગાળામાં નફો લાવી શકે છે.
DLF પર જેફરિઝ
જેફરિઝે ડીએલએફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દહલિયાસ પ્રોજેક્ટના લોન્ચથી કેશ ફ્લો મજબૂત છે. ગુડગાંવ માર્કેટ અંગેની ચિંતાઓ કદાચ અતિશયોક્તિપૂર્ણ છે. મુંબઈમાં નવા પ્રોજક્ટ લોન્ચ શેર માટે ટ્રીગમ પોઈન્ટ બની શકે છે.
સ્ટીલ પર JP મૉર્ગન
જેપી મૉર્ગને સ્ટીલ પર JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. SAIL માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. સ્ટીલ શેર્સમાં સતત ગત 2 દિવસથી સારી તેજી છે. ચીનની NPC નીતિ સ્થાનિક કંપનીઓને ફાયદો થશે. જર્મનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાતથી સપોર્ટ શક્ય છે. સરકાર સ્ટીલની આયાત પર સેફગાર્ડ ડ્યુટી લગાડી શકે છે. હાલ ચીનએ સ્ટીલ પ્રોડક્શનને હાલમાં નહીં ઘટાડે.
BEL પર JP મૉર્ગન
જેપી મોર્ગને બીઈએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹343 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઉપલા સ્તરેથી 30% તૂટ્યો, હાલ ખરીદદારીની સારી તક છે. ડિફેન્સમાં કેપેક્સ વધવા પર BELને સૌથી વધુ ફાયદો થશે. FY24-27માં આવક,EBITDA, નફા ગ્રોથ 15/17/16% શક્ય છે. FY24-27માં 25%થી વધુ એવરેજ ROE ગ્રોથ શક્ય છે. 31 માર્ચ સુધી કંપની `12000 Crની જાહેરાત કરી શકે છે. નવા ઓર્ડર ટૂંકાગાળામાં શેર માટે ટ્રીગરનું કામ કરી શકે છે.
અદાણી પોર્ટ પર GS
ગોલ્ડમેન સૅક્સે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં પોર્ટ વોલ્યુમ ગ્રોથ 8.5% રહ્યો. FY26-27માં પોર્ટ વોલ્યુમ ગ્રોથ સુધરવાની અપેક્ષા છે.
કોફોર્જ પર MS
મોર્ગન સ્ટેનલીએ કોફોર્જ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹11500 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે બોર્ડ શેર વિભાજનને મંજૂરી આપી. બોર્ડ ઓફ ડિપાર્ટમેન્ટે રિધમોસ અને TMLabsમાં 100% હિસ્સો ખરીદવાની મંજૂરી છે.
કોફોર્જ પર IIFL ફાઈનાન્સ
IIFL ફાઈનાન્સે કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹10500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 1 શેરને 5માં વિભાજીત કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી. સબ્રે પાસેથી 13 વર્ષ માટે $1.56 bnનો ઓર્ડર મળ્યો. FY25-27 દરમિયાન $ આવક, EPS CAGR 23%/39% રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)