Broker's Top Picks: રિલાયન્સ, ઈટરનલ, એનએચપીસી, ઓઈલ એન્ડ ગેસ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: રિલાયન્સ, ઈટરનલ, એનએચપીસી, ઓઈલ એન્ડ ગેસ છે બ્રોકરેજના રડાર પર

સીએલએસએ એ એનએચપીસી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹117 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2026માં ક્ષમતામાં વાર્ષિક +64% ગ્રોથ શક્ય છે. FY25-27માં 90%ના EPS ગ્રોથના અનુમાન છે. દાયકાની દ્રષ્ટિએ 2026 માં મજબૂત ગ્રોથ શક્ય છે. Q2માં સુબાનસિરી હાઇડ્રો પ્રોજેક્ટ પૂરી રીતે કમીશનિંગ થવાની અપેક્ષા છે.

અપડેટેડ 10:54:30 AM Jan 09, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિલાયન્સ પર GS

ગોલ્ડમેન સૅક્સે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1835 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નબળા ડિસ્ક્રીશનરી સ્પેન્ડથી Q3 રિટેલમાં નરમાશ શક્ય છે. બેઝ ઇફેક્ટ, તહેવારોની સિઝનને કારણે અસર શક્ય છે. મજબૂત રિફાઈનિંગથા રિટેલની નબળાઈને સરભર કરશે તેવી શક્યતા છે. ટૂંકાગાળામાં રિટેલ અનુમાન ઘટ્યા, રિફાઈનિંગ અનુમાન વધાર્યા. રિફાઇનિંગ સેગમેન્ટને વધુ સારા ફંડામેન્ટલથી સપોર્ટ મળ્યો. FY26-30માં ટેલિકોમમાં 18% CAGR EBITDA ગ્રોથ શક્ય છે.


Eternal પર GS

ગોલ્ડમેન સૅક્સે ઈટરનલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹390 પ્રતિશેરથી ઘટાડીને ₹375 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલમાં કરેક્શનનું કારણ રોકાણકારોની બે ચિંતાઓ છે. પહેલી નજીકના ભવિષ્યમાં ક્વિક કોમર્સમાં નરમાશની આશંકા છે. નજીકના ગાળામાં નરમાશ મધ્યગાળાના આઉટલુક પર અસર કરી શકે છે. બીજું, સેક્ટકમાં વધતી સ્પર્ધાથી blinkitના માર્જિન પર અસર શક્ય છે. શેરના ભાવમાં કેટલા નકારાત્મક પરિબળો આવ્યા છે તે કહેવું હાલ મુશ્કેલ છે.

NHPC પર CLSA

સીએલએસએ એ એનએચપીસી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹117 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2026માં ક્ષમતામાં વાર્ષિક +64% ગ્રોથ શક્ય છે. FY25-27માં 90%ના EPS ગ્રોથના અનુમાન છે. દાયકાની દ્રષ્ટિએ 2026 માં મજબૂત ગ્રોથ શક્ય છે. Q2માં સુબાનસિરી હાઇડ્રો પ્રોજેક્ટ પૂરી રીતે કમીશનિંગ થવાની અપેક્ષા છે.

ઓઈલ એન્ડ ગેસ પર જેફરિઝ

જેફરિઝે ઓઈલ એન્ડ ગેસ પર ઓઈલ માર્કેટમાં 2 mbpd થી વધુ સપ્લાઈ. CY26 સુધી વધુ સપ્લાઈ વધી 3.5 mbpd શક્ય છે. તેલની કિંમતોમાં નરમાશથી અર્નિગને સપોર્ટ મળશે. નેટ રિફાઈનરી કેપેસિટીમાં 0.7 mbpd વધવાની અપેક્ષા છે. કેપેસિટી વધારવાથી રિફાઈનરી ઓપરેટિંગ રેટને સપોર્ટ મળશે. ક્રૂડની કિંમતોમાં નરમાશથી 2026માં OMCsમાં મજબૂતી શક્ય છે. મજબૂત રિફાઈનિંગ માર્કેટ્સથી OMCsના GRMને પ્રોત્સાહન મળશે. પેટ્રોલ, ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારવા પર BPCL/IOCLની સરખામણીએ HPCLને વધુ નુકશાન છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 09, 2026 10:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.