Brokerage Radar: રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ પ્રુ લાઈફ, ઝોમેટો, ડિક્સન ટેક, એમસીએક્સ, પેટીએમ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Brokerage Radar: રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ પ્રુ લાઈફ, ઝોમેટો, ડિક્સન ટેક, એમસીએક્સ, પેટીએમ છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 11:56:42 AM Jan 22, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

OMC પર સિટી

સિટીએ OMC પર Q3ના પરિણામ અનુમાનથી મજબૂત આવવાની અપેક્ષા છે. Q3 બાદ Q4માં પણ પ્રદર્શન મજબૂત રહેવાની અપેક્ષા છે. BPCL, HPCL & IOC માટે ખરીદદારીની સલાહ આપી છે. BPCL માટે ₹390 પ્રતિશેરનો લક્ષ્ય છે. HPCL માટે ₹450 પ્રતિશેરનો લક્ષ્ય છે. IOC માટે ₹190 પ્રતિશેરનો લક્ષ્યાંક છે.


રિલાયન્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1606 પ્રતિશેર નક્કી કર્યા છે. ન્યૂ એનર્જી 2 વર્ષમાં કંપનીના જનરલ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પાવર આપશે. કંપનીનું રિફાઇનિંગ અને રિટેલ પર ફોકસ છે. બન્ને સેગમેન્ટ રિફાઈનિંગ અને રિટેલમાં સુધારો આવવાની અપેક્ષા છે.

ICICI પ્રુ લાઈફ પર HSBC

એચએસબીસીએ આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹825 પ્રતિશેરથી ઘટાડીને ₹780 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં APE અને VNB ગ્રોથ મજબૂત રહ્યો છે. કંપની VNBમાં 15-17%નો ગ્રોથ આપી શકે છે.

ICICI પ્રુ લાઈફ પર MS

મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ પ્રુ લાઈફ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹695 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં VNB અનુમાનથી ખરાબ રહ્યા છે. માર્જિનમાં ઘટાડો થવાને કારણે FY25-27 માટે VNB 2% ઘટવાના અનુમાન છે.

ICICI પ્રુ લાઈફ પર મેક્વાયરી

મેક્વાયરીએ આઈસીઆઈસીઆઈ પ્રુ લાઈફ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹725 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 3Q FY25 VNB ગ્રોથ નિરાશજનક છે. ઉચ્ચ ULIP (Unit Linked Insurance Plan), ઘટતી બચત અને ઊંચા ખર્ચની અસર માર્જિન પર છે.

Zomato પર HSBC

એચએસબીસીએ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹315 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં ક્વિક કોમર્સના નફામાં ઘટાડો આવ્યો. કંપની માર્કેટ શેર જાળવી રાખવામાં સફળ રહી, મજબૂત ગ્રોથ જોવા મળ્યો.

Zomato પર MS

મોર્ગન સ્ટેનલીએ ઝોમેટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹355 પ્રતિશેરથી ઘટાડીને ₹340 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ ડિલિવરીમાં ગ્રોથ ધીમો રહ્યો પણ Blinkitમાં ગ્રોથથી નફાને સપોર્ટ મળ્યો. સિનારિયો એનાલિસિસ ₹195-215 પ્રતિશેરની રેન્જમાં સ્ટોક માટે સપોર્ટ સૂચવે છે.

ડિક્સન ટેક પર HSBC

એચએસબીસીએ ડિક્સન ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹20,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મોબાઈલ બિઝનેસમાં મજબૂતીને કારણે Q3ના પરિણામ સારા રહ્યા છે. મજબૂત અર્નિંગ ગ્રોથ અને અપગ્રેડ યથાવત્ રહેવાની અપેક્ષા છે.

MCX પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે એમસીએક્સ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ મિશ્ર રહ્યા, પણ નવી પ્રોડક્ટ લોન્ચથી રિ-રેટિંગ આપ્યા છે.

Paytm પર સિટી

સિટીએ પેટીએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિફોલ્ટ લોસ ગેરંટી મર્ચન્ટ લોન સારી રીતે વધી રહી છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2025 11:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.