Broker's Top Picks: રિલાયન્સ, લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટર, ઓટો સેક્ટર, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, ટાટા મોટર પીવી, જેએસડબ્લ્યૂ એનર્જી છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1830 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CY25માં નિફ્ટીની સરખામણીએ રિલાયન્સનું મજબૂત પ્રદર્શન છે. નિફ્ટીને 19%થી આઉટપરફોર્મ કર્યું. ડબલ ડિજિટ EBITDA ગ્રોથથી સપોર્ટ મળ્યો.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર જેફરિઝ
જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1830 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CY25માં નિફ્ટીની સરખામણીએ રિલાયન્સનું મજબૂત પ્રદર્શન છે. નિફ્ટીને 19%થી આઉટપરફોર્મ કર્યું. ડબલ ડિજિટ EBITDA ગ્રોથથી સપોર્ટ મળ્યો. ટેરિફ હાઈક અને જિયોનું લિસ્ટીંગ મોટું ટ્રીગર છે. FY27 સુધી રિટેલ સેગમેન્ટથી ગ્રોથ મિડ ટીનમાં શક્ય છે. લાંબાગાળા માટે FMCG, ન્યૂ એનર્જી અને ડેટા સેન્ટરમાં મોટી તક છે.
લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટર પર નોમુરા
નોમુરાએ લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટરે લાઈફ ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી સામે નોંધપાત્ર તકો છે. પરંતુ અમલીકરણ અને વિતરણ મુખ્ય પડકાર છે. ડિસ્ટ્રીબ્યૂશન રિફોર્મને બદલે ઊંચા ખર્ચવાળી વીમા કંપનીઓને ફાયદો થઈ શકે છે. રેગુલેશનમાં ફે્રફાર થવાનો ફાયદો છે. દેશમાં 17-22.5 કરોડ પોલિસી ચાલી રહી છે. જ્યારે લગભગ ૫૦ કરોડ 'આત્મનિર્ભર' પુખ્ત વયના લોકો હજુ Underpenetrated છે. SBI Life પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,455 પ્રતિશેરના નક્કી કર્યા છે. (સ્કેલ અને નફાકારકતામાં સૌથી મજબૂત). Max Financial એ ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,935 પ્રતિશેરના (માર્જિન અને VNBમાં સુધારો) નક્કી કર્યા છે. HDFC Life પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹815 પ્રતિશેરના નક્કી કર્યા છે. ICICI Pru પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,740 પ્રતિશેરના નક્કી કર્યા છે.
ઓટો સેક્ટર પર Elara
એલારાએ ઑટો સેક્ટર પર GST 2.0 બાદ પણ ઓટો સેગમેન્ટમાં ગ્રોથ મજબૂત છે. તેમણે આગળ કહ્યું FY26 ગ્રોથ અનુમાન વધાર્યા. મારૂતિ સુઝુકી, M&M, આઈશર મોટર અને TVS મોટર ટોપ પિક્સ છે.
IDFC ફર્સ્ટ બેન્ક પર નોમુરા
નોમુરાએ આઈડીએફસી ફર્સ્ટ બેન્ક પર ખરીદદારી સાથે કવરેજ શરૂ થયુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹105 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેન્ક હવે sustained અને broad-based profitabilityના ફેઝમાં આવી. બેન્કની સૌથી મોટી તાકાત liabilities franchise છે. CASA લગભગ 50% સુધી પહોંચી શકે છે. કંપનીનું દેવું ઘટીને માત્ર 13% રહી ગયું. FY26–28માં લોન, ડિપોઝિટ CAGR 20%/22% રહેવાની અપેક્ષા છે. ઘટતા ક્રેડિટ ખર્ચ અને NIM વિસ્તરણથી FY28 સુધી RoA 1.2% અને RoE 11.8% શક્ય છે.
ટાટા મોટર PV પર CLSA
સીએલએસએએ ટાટા મોટર પીવી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની માટે હાલના પડકારો “ડાર્ક ક્લાઉડ્સ” જેવા છે પણ નજીકના સમયમાં સુધારાની શક્યતા છે. JLR માટે સ્કેલ રિવાઇવલ અને VME પર વધુ નિયંત્રણથી માર્જિનમાં સુધારો શક્ય છે.
JSW એનર્જી પર જેફરિઝ
જેફરિઝે JSW એનર્જી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતીય પાવર સેક્ટરમાં પિકઅપ જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.