આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
શ્રીરામ ફાઈનાન્સ પર HSBC
HSBC એ શ્રીરામ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹725 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ગ્રોથ, અસેટ ક્વોલિટી, ક્રેડિટ ખર્ચ પર કન્ટ્રોલ છે. FY25-27 માટે EPS 1.6-2.5% અનુમાન ઘટ્યા છે.
શ્રીરામ ફાઈનાન્સ પર UBS
યુબીએસએ શ્રીરામ ફાઈનાન્સ પર ખરીદદારી સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્રેડિટ ખર્ચ ફ્લેટ રહ્યો, માર્જિનમાં ઘટાડો થયો. ગ્રોથ અને અસેટ ક્વોલિટીને લઈ મેનેજમેન્ટને વિશ્વાસ છે.
શ્રીરામ ફાઈનાન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ શ્રીરામ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹840 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્રેડિટ ખર્ચ અનુમાનથી વધુ છે. PpOP અનુમાનથી 2% નીચે, AUM અુમાનથી ઓછા છે.
IEX પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને IEX પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹130 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં વોલ્યુમ ગ્રોત અનુમાનથી મજબૂત છે. જાન્યુઆરીમાં હાઈ બેઝ પર ગ્રોથ ધીમો પડ્યો છે.
સિન્જીન પર CLSA
સીએલએસએ એ સિન્જીન પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹730 પ્રતિશેર નક્કી ક્રયા છે. તેમનું કહેવુ છે કે Q3થી નવી ડીલ શરૂ થવાની અપેક્ષા હતી પરંતુ આમાં વિલંબ થઈ શકે છે. મેનેજમેન્ટે સિન્ગલ ડિજિટ રેવેન્યુ ગ્રોથનું ગાઈડન્સ આપ્યું.
USL પર મેક્વાયરી
મેક્વાયરીએ યુએસએલ પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,250 પ્રતિશેર નક્કી કર્યા છે. મેક્વાયરીએ આગળ કહ્યું કે ટોપ એન્ડમાં કેટલીક નબળાઈઓ હોવા છતાં, મિડ-એન્ડમાં મજબૂતી શક્ય છે.
લૉરસ લેબ્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે લૉરસ લેબ્સ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹475 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 માટે Quantitative ટોપ લાઈન ગાઈડન્સ પૂરૂ પાડ્યુ નથી.
લૉરસ લેબ્સ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે લૉરસ લેબ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹720 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવું છે કે પરિણામ ઈન-લાઈન રહ્યા છે. Q4માં ફાઈનાન્શિયલ પ્રદર્શનમાં રિવકરીની અપેક્ષા છે.
AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક પર MS
મોર્ગન સ્ટેનલીએ એયુ સ્મૉલ ફાઈનાન્સ બેંક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹685 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Unsecured સેગમેન્ટમાં પડકારને કારણે પ્રદર્શન ઘટી શકે છે.
AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક પર JP મૉર્ગન
જેપી મૉર્ગને એયુ સ્મૉલ ફાઈનાન્સ બેંક પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹625 પ્રતિશેરના નક્કી કર્યા છે. જેપી મૉર્ગને આગળ કહ્યું કે Q3ના પરિણામ ઈન-લાઈન રહ્યા છે. Q3માં અસેટ ક્વોલિટીમાં અનુમાન કરતાં ઘટાડો છે. NII ગ્રોથમાં નરમાશ છે.
AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક પર નોમુરા
નોમુરાએ એયુ સ્મૉલ ફાઈનાન્સ બેંક પર ડાઉનગ્રેડથી રિડ્યુસના રેટિંગ કર્યા છે. તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹500 પ્રતિશેરના નક્કી કર્યા છે. નોમુરાએ આગળ કહ્યું કે અસેટ્સ ક્વોલિટીમાં નરમાશ, FY25 લોન ગ્રોથ ગાઈડન્સ ઘટ્યુ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.