Broker's Top Picks: ટેલિકોમ, એન્જિનિયરિંગ, કંસ્ટ્રક્શન, ઓટો સેક્ટર, એમએન્ડએમ, રિલાયન્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પીબી ફિનટેક, અદાણી પોર્ટ છે બ્રોકરેજના રડાર પર
સિટીએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માંગના પડકારો ટૂંકા ગાળામાં રહેશે. 2-3 ક્વાર્ટરમાં પ્રીમિયમ સેગમેન્ટમાં રિકવરી શક્ય છે. ભારત-યુકે FTA થી ગ્રોથ, પ્રીમિયમાઇઝેશનને ટેકો છે. સરકારી નીતિઓ કંપની માટે પોઝિટીવ છે. 2-3 વર્ષમાં EBITDA માર્જિન હાલના સ્તર પર રહી શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટેલિકોમ પર જેફરિઝ
જેફરિઝે ટેલિકોમ પર ઊંચા ટેરિફને કારણે FY25માં સેક્ટર આવક 13% YoY છે. તેમનું કહેવુ છે કે ભારતી એરટેલ અને જિયોનો આવકમાં આશરે 95% હિસ્સો છે. FY25–27 દરમિયાન સેક્ટર આવક ગ્રોથ CAGR 14% વધવાના અનુમાન છે. ભારતી એરટેલ ટોપ પિક છે.
એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન પર જેફરિઝ
જેફરિઝે એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન પર FY25માં કવરેજ યુનિવર્સ માટે ઓર્ડર ફ્લો 28% વાર્ષિક ધોરણે વધ્યો. HAL અને સિમેન્સ દ્વારા નેતૃત્વ છે. ડિફેન્સ ઓર્ડર ફ્લો ગ્રોથ 89% YoY. પાવર અને ડિફેન્સમાં મજબૂતી છે. રેલવે આઉટલુકમાં સુધારાની અપેક્ષા છે. HAL, સિમેન્સ, L&T અને KEI ટોપ પિક છે.
ઓટો સેક્ટર પર સિટી
સિટીએ ઓટો સેક્ટર પર ડિમાન્ડ આઉટલુક સાધારણ છે. FY26માં વોલ્યુમ ગ્રોથ 2-વ્હીલર માટે ઓછા લો સિંગલ ડિજિટના અનુમાન છે. FY26માં PV માટે મિડ-ટુ-હાઈ સિંગલ ડિજિટ ગ્રોથનું અનુમાન છે. જિયોપોલિટિકલ અને ટેરિફ ચિંતાને કારણે ગ્લોબલ માંગમાં અનિશ્ચિતા છે. એક્સપોર્ટને લઈ મોટાભાગના OEMનું પોઝિટીવ વલણ છે. મેટલ કિંમતમાં વધારો અને રેગુલેટરી ખર્ચ વધવાથી દબાણ શક્ય છે. પ્રિફર્ડ OEM ઓર્ડર: મારુતિ, M&M, Hyundai છે. ઓટો-પાર્ટ ઉત્પાદકોમાં એન્ડ્યુરન્સ ટોચની પસંદગી છે.
M&M પર HSBC
એચએસબીસીએ એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3470 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે M&Mનું EV માર્જિન આગામી 12-18 મહિનામાં મિડ-સિંગલ ડિજિટમાં સુધરી શકે છે. મધ્ય ગાળામાં ટેક્સેશનમાં ફેરફાર મહત્વપૂર્ણ છે. EV નું ઓછું વેચાણ એક નોંધપાત્ર નુકસાનકારક જોખમ છે.
રિલાયન્સ પર JP મૉર્ગન
JP મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1568 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગામી 2 વર્ષના પરિણામો છેલ્લા 2 વર્ષ કરતા સારા રહેશે. નબળા કોમોડિટી EBIT સ્ટોક પર દબાણ જોવા મળ્યું. માર્જિન પહેલાથી જ દબાણ હેઠળ છે, ભવિષ્યમાં વધુ ઘટશે નહીં. આગળ કન્ઝ્યુમર બિઝનેસમાં સારા ગ્રોથના અનુમાન છે.
યુનાઈટેડ સ્પિરિટ્સ પર સિટી
સિટીએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માંગના પડકારો ટૂંકા ગાળામાં રહેશે. 2-3 ક્વાર્ટરમાં પ્રીમિયમ સેગમેન્ટમાં રિકવરી શક્ય છે. ભારત-યુકે FTA થી ગ્રોથ, પ્રીમિયમાઇઝેશનને ટેકો છે. સરકારી નીતિઓ કંપની માટે પોઝિટીવ છે. 2-3 વર્ષમાં EBITDA માર્જિન હાલના સ્તર પર રહી શકે છે.
PB ફિનટેક પર સિટી
સિટીએ PB ફિનટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2185 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિટેલ હેલ્થ ઈન્શ્યોરન્સમાં મજબૂત ગ્રોથ છે. કંપનીના નવા બિઝનેસમાં આગળ ગ્રોથ શક્ય છે. ઈન્ડસ્ટ્રીમાં POSP સેગમેન્ટના પ્રાઈસિંગમાં સુધારો છે. POSP એટલે કે POINT OF SALES PERSON.
અદાણી પોર્ટ પર કોટક
કોટકે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેન્ડઅલોન એન્ટિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવા પોર્ટમાં $4 બિલિયનનું રોકાણ કર્યું. જે પાછલા 5 વર્ષમાં રોકાણ કરાયેલ રકમ કરતાં 4 ગણું વધારે છે. $2 બિલિયનનો લોજિસ્ટિક્સ એસેટ બેઝ બનાવ્યો. મોટા ભાગના આગામી કેપેક્સ બ્રાઉનફિલ્ડ છે. લોજિસ્ટિક્સ ઈન્વેસ્ટમેન્ટ બમણો થઈને $4 બિલિયન થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.