Today's Broker's Top Picks: મેટલ્સ કંપનીઓ, અદાણી પોર્ટ્સ, જ્યુબિલન્ટ ફૂડ, ફેડરલ બેન્ક, સાયન્ટ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: મેટલ્સ કંપનીઓ, અદાણી પોર્ટ્સ, જ્યુબિલન્ટ ફૂડ, ફેડરલ બેન્ક, સાયન્ટ છે બ્રોકરેજના રડાર પર

મેક્વાયરીએ જ્યુબિલન્ટ ફૂડ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹520 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q1ની સરખામણીએ Q2માં SSSG મજબૂત છે. ગત 2 ત્રિમાસિકથી માંગમાં રિકવરીને કારણે EPS અને લક્ષ્યાંક વધાર્યા.

અપડેટેડ 10:55:13 AM Aug 26, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

મેટલ્સ કંપનીઓ પર જેફરિઝ

મેટલના પ્રાઈસનું વલણો હિન્દુસ્તાન ઝિંકની તરફેણ પણ હિન્ડાલ્કો પર દબાણ જોવા મળ્યુ. સ્પોટ ઝિંકના ભાવ જૂન-ક્વાર્ટરના સરેરાશ કરતા 15% વધુ છે. ચાંદીના ભાવ જુલાઈ-ક્વાર્ટરના નીચલા સ્તરથી 23% સુધર્યા. એલ્યુમિનિયમના ભાવ જૂન-ક્વાર્ટરના સરેરાશ કરતા 10% નીચે છે. હિન્દુસ્તાન ઝિંકએ FY27-29 EPS અનુમાન 10-11% વધાર્યા. હિન્ડાલ્કોએ FY27-29 EPS અનુમાન 2-3% ઘટાડ્યા. હિન્દુસ્તાન ઝિંક માટે BUY રેટિંગ સાથે લક્ષ્યાંક વધારીને ₹750 પ્રતિશેર નક્કી કર્યા છે. હિન્ડાલ્કો માટે હોલ્ડ રેટિંગ, લક્ષ્યાંક વધારીને ₹1140 પ્રતિશેર નક્કી કર્યા.


પોર્ટ્સ પર જેફરિઝ

જેફરિઝે પોર્ટ્સ પર ગુજરાત પીપાવાવ અને મુંદ્રા સહિત અદાણીના મુખ્ય પોર્ટ અસેટ્સ માટે પોર્ટ કન્સેશન સમયગાળો લંબાવવાની યોજના છે. પોર્ટ ઓપરેટર્સ માટે મોટી અનિશ્ચિતા દૂર થઈ શકે છે. લાંબાગાળે મજબૂત ગ્રોથની અપેક્ષા છે. આનો સૌથી મોટો ફાયદો ગુજરાત પીપાવાવને થઈ શકે છે. કારણકે તેની કન્સેશન સપ્ટેમ્બર 2028 માં સમાપ્ત થવાની તૈયારીમાં છે.

જ્યુબિલન્ટ ફૂડ પર મેક્વાયરી

મેક્વાયરીએ જ્યુબિલન્ટ ફૂડ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹520 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q1ની સરખામણીએ Q2માં SSSG મજબૂત છે. ગત 2 ત્રિમાસિકથી માંગમાં રિકવરીને કારણે EPS અને લક્ષ્યાંક વધાર્યા. Domino's તુર્કી બિઝનેસમાં ઉતરા-ચઢાવ છે. ભારતમાં રિકવરી અને પોપેયસ તરફથી સપોર્ટ છે. ડાઇન-ઇન ડિમાન્ડ અને ઓપરેટિંગ લિવરેજ દ્વારા ગ્રોથની અપેક્ષા છે. FY26-29 માટે EBITDA CAGR 20% શક્ય.

ફેડરલ બેન્ક પર સિટી

સિટીએ ફેડરલ બેન્ક પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹360 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Jana SFB ના અધિગ્રહણથી નાના માર્કેટમાં હાજરી વધવાની અપેક્ષા છે. Janaના AUM, ડિપોઝિટ, ફેડરલ બેન્કના એડવાન્સ/ડિપોઝિટનો 14-11% છે. હાઈ યીલ્ડ અને સિક્યોર્ડ રિટેલ પોર્ટફોલિયો સુધી પહોંચવાનો ફાયદો મળશે. Janaના વધુ ફંન્ડિંગ કોસ્ટથી Funding Cost Arbitrageને ફાયદો છે. ઈન્ટીગ્રેશન અને અનસિક્યોર્ડ પોર્ટફોલિયોના એક્સપોઝરની ચિંતા વધી. ડીલ સ્ટ્રક્ચર, વેલ્યુએશન પણ સાફ નહીં.

Cyient પર JP મૉર્ગન

JP મૉર્ગને Cyient પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે GTM વ્યૂહરચનાનો ધ્યેય પ્રોજેક્ટ બેસ્ડ ડીલ્સથી મોટી ડીલ્સ પર વધારવાનો છે. મોટા ડીલ્સની પાઈપલાઈન રેકોર્ડ સ્તર પર છે. પાઇપલાઇન TCV આશરે $300 મિલિયન છે. FY27-28માં રણનીતિનો ફાયદો થવાની અપેક્ષા છે. AI આધારિત આવક ગ્રોથ અને SG&A લેવરેજ દ્વારા મીડિયમ ટર્મમાં 15% માર્જિનનો લક્ષ્ય છે.

IIFL ફાઈનાન્સ પર JP મૉર્ગન

JP મૉર્ગને IIFL ફાઈનાન્સ પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે IIFL હોમ ફાઇનાન્સને `963 કરોડનો ઈનકમ ટેક્સ અસેટમેન્ટ ઓર્ડર મળ્યો. ગત IIFL ફાઈનાન્સ પર `480 Crની ટેક્સ માંગની વસૂલી પર 31 ડિસેમ્બર 2026 સુધી સ્ટે લાગી ચુક્યો છે. મેનેજમેન્ટને ફાઈનાન્શિયલ સ્થિતિ અથવા કામકાજ પર કોઈ મોટી અસર નથી લાગી રહી.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2026 10:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.