Today's Broker's Top Picks: એનબીએફસી,જેએસપીએલ,ફાઈવ સ્ટાર ફાઈનાન્સ, નાયકા,ગેટવે ડિસ્ટ્રીપાર્ક, એલએન્ડટી,અશોક લેલેન્ડ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: એનબીએફસી,જેએસપીએલ,ફાઈવ સ્ટાર ફાઈનાન્સ, નાયકા,ગેટવે ડિસ્ટ્રીપાર્ક, એલએન્ડટી,અશોક લેલેન્ડ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 10:45:47 AM Jun 19, 2023 પર
Story continues below Advertisement
મેક્વાયરીએ Nykaa પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 115 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

NBFC પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ NBFC પર લાર્જ કેપમાં બજાજ ફાઈનાન્સ અને SBI કાર્ડ ટોપ પીક છે. મણપ્પુરમ, PNB Hsg અને શ્રીરામ ફાઈનાન્સએ મજબૂત રિર્ટન આપ્યા. ઉચ્ચા ગણવત્તા સાથે SBI લાઈફ, HDFC લાઈફ અને ICICI પ્રુડેન્શિયલ લાઈફ મજબૂત રિર્ટન આપ્યા.


NBFC પર JP મૉર્ગન

JP મૉર્ગને NBFC પર NBFC શેર્સમાં સતત રિકવરી જોવા મળી. 4-5 વર્ષ માટે ગ્રોથ યથાવત્ રહી શકે તેવા અનુમાન છે. સ્થાનિક અને વિદેશી બંને રોકાણકારો આ સેગમેન્ટ માટે ઓછી ફાળવણી કરી રહ્યા છે. પોર્ટફોલિયોમાં મજબૂત કરવા NBFC દ્વારા સારૂ યોગદાન મળી શકે. બજાજ ફાઈનાન્સ અને L&T ફાઈનાન્સ ટોપ પીક છે.

JSPL પર કોટક સિક્યોરિટીઝ

કોટક સિક્યોરિટીઝે JSPL પર રેટિંગ અપગ્રેડ કરી BUY નું કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી ને 740 રૂપિયા પ્રતિશેર કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે 12 મહિનામાં કંપનીનો મજબૂત ગ્રોથની અપેક્ષા છે. બે તબક્કામાં ક્ષમતામાં 65%નો વધારો થશે. માર્જિનમાં સતત સુધારો આવવાની અપેક્ષા છે. 3 વર્ષમાં EBITDA 19% અને EPS CAGR 17% રહેવાનો અંદાજ છે. 5 વર્ષમાં EBITDA 33% અને EPS CAGR 27% રહેવાનો અંદાજ છે.

Five Star Fin પર નોમુરા

નોમુરાએ Five Star Fin પર ખરીદદારીની સલાહ સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 750 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે NBFC સેક્ટરમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 23-26 માટે AUM CAGR 30% રહેવાનો અંદાજ છે.

Nykaa પર જેફરિઝ

જેફરિઝે Nykaa પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટનો ઈન્ડસ્ટ્રીઝ માટે આઉટલુક પોઝિટીવ છે.

Nykaa પર મેક્વાયરી

મેક્વાયરીએ Nykaa પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 115 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્કેટની મજબૂતીમાં GMV ગ્રોથનું યોગદાન છે. ફેશન/બ્યુટી ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં નુકસાન થઈ રહ્યુ છે. વધતી Competitionની અસર કેપિટલ પર જોવા મળી શકે છે.

ગેટવે ડિસ્ટ્રીપાર્ક પર સિટી

સિટીએ ગેટવે ડિસ્ટ્રીપાર્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 90 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના માર્કેટ શેરમાં સતત ગ્રોથ છે. ફરીદાબાદ ટર્મિનલમાં પણ 4-5 મહિનામાં ડબલ સ્ટેકીંગ શરૂ કરશે. કંપનીની વેલ્યુએશન ખુબજ આકર્ષક લાગી રહ્યા છે.

L&T પર મેક્વાયરી

મેક્વાયરીએ L&T પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2440 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બુલેટ ટ્રેન ટેન્ડર માટે સૌથી ઓછી બિડ ભરી છે. કંપનીને ધણા મોટા ઓર્ડર મળ્યા છે. MSCI એ રેટિંગ B થી BB કરી કંપનીને પ્રોત્સાહન આપ્યું.

અશોક લેલેન્ડ પર જેફરિઝ

જેફરિઝે અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપી છે.તેમણે તેના પર લક્ષ્યાંક 185 રૂપિયા પ્રતિશેરથી વધારી 195 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે M&HCV માં મધ્યમ-ટર્મ માટે લક્ષ્યાંક 35% વધવાનો અંદાજ છે. LCV માટે 25% વધવાનો અંદાજ છે. મધ્યમ-ટર્મમાં EBITDA માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. EV સેગમેન્ટ પર કંપનીનું ફોકસ છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jun 19, 2023 10:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.