મેક્વાયરીએ નાયકા પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 115 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટાટા મોટર્સ પર CLSA
સીએલએસએ એ ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 690 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં JLRના વોલ્સેલ વેચાણમાં 30% નો સુધારો નોંધાયો. આગળ તેમણે કહ્યુ કે JLRના વોલ્સેલ વોલ્યુમમાં પણ સુધારો નોંધાયો. મેનેજમેન્ટની મજબૂત FCF જનરેશનની અપેક્ષા છે. ઉચ્ચ માર્જિન અને સારા વોલ્યુમ ગ્રોથથી મજબૂત FCF જનરેશનની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24/25માં FCF 1.5 બિલિયનથી 1.7 બિલિયન રહેવાની અપેક્ષા છે.
ટાટા મોટર્સ પર જેપી મૉર્ગન
જેપી મોર્ગને ટાટા મોટર્સ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 540 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JLR વોલ્સેલ વેચાણ ઈન-લાઈન રહ્યું છે. જેપી મોર્ગનનું કહેવુ છે કે વર્ષના આધારે JLR રિપોર્ટ મુજબ વોલ્સેલ વેચાણ 30% વધી 93,300 યુનિટ રહ્યું. જ્યારે રિટેલમાં 29%નો ઉછાળો જોવા મળ્યો. ક્વાર્ટરના આધારે ઓર્ડર બુકમાં ઘટાડો નોંધાયો.
ટાઈટન પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ટાઈટન પર રેટિંગ ડાઉનગ્રેડ કરી ઈક્વલવેટનું કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3207 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
કલ્યાણ જ્વેલર્સ પર સિટી
સિટીએ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 170 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનનીનો ગ્રોથ વધી રહ્યો છે. વાર્ષિક ધોરણે માર્જિન, ગ્રોસ માર્જિનમાં સુધારો નોંધાયો છે. સ્ટોર એક્સપાન્શન મોમેન્ટમ મજબૂત રહ્યું.
બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ પર નોમુરા
નોમુરાએ બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2100 પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષના આધાર પર મધ્ય ગાળામાં કંપનીનો ગ્રોથ 3-5% રહેવાનો અંદાજ છે. આગળ તેમણે કહ્યુ કે 3-4 વર્ષ સુધી ગ્લોબલ માર્કેટ શેર્સમાં 10% પર યથાવત્ રહ્યા છે. લોન્ગ ટર્મ માટે માર્જિન 26- 28%નો લક્ષ્યાંક છે.
યુનાઈટેડ સ્પિરિટ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કર્ણાટક સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી વધવાથી ગ્રોથ પર અસર જોવા મળી છે. ટેક્સ વધાર્યા બાદ ભાવ વધારવા પર ફરી કંપની વિચાર કરશે.
Nykaa પર મેક્વાયરી
મેક્વાયરીએ નાયકા પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 115 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં સેલ્સ ગ્રોથ 25% રહેવાની અપેક્ષા છે તો ગ્રોથ ઈન-લાઈન રહેવાની અપેક્ષા છે. બ્યુટી કોન્ટ્રીબ્યુશન માટે EBITDA માર્જિનમાં 5% સુધી સુધારો આવવાની અપેક્ષા છે.
Nykaa પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ નાયકા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 184 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં આવક ગ્રોથમાં સુધારો આવવાની અપેક્ષા છે. શહેરી વિસ્તારમાં માગ મજબૂત રહેવાની છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.