Today's Broker's Top Picks: અલ્ટ્રાટેક સિમેન્ટ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, ટ્રેન્ટ, કેન ફિન હોમ્સ, કેપીઆઈટી ટેક છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે ટ્રેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે LFL ગ્રોથ અને સ્ટોરની સંખ્યા વધી.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
અલ્ટ્રાટેક સિમેન્ટ પર CLSA
સીએલએસએ એ અલ્ટ્રાટેક સિમેન્ટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 11020 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના ધોરણે Q4 EBITDA 24% વધી 4100 કરોડ રૂપિયા અનુમાનથી સારા રહ્યા છે. કિંમતોમાં વધારોની પૉઝિટીવ અસર છે. વોલ્યુમ ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે 11% અને ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે 30% રહ્યા. વેરિયેબલ ખર્ચ મોટાભાગે ઇન-લાઇન રહ્યા. કંપની મધ્યમ ગાળામાં 200-300 રૂપિયા ટન ખર્ચમાં ઘટાડોની અપેક્ષા છે. FY24-27 માટે વોલ્યુમ 10% અને EBITDA/ટન CAGR 8% રહેવાની અપેક્ષા છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ પર સિટી
સિટીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 11500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં વોલ્યુમ અને ખર્ચના આંકડા અનુમાનથી સારા રહ્યા છે. FY24-27 દરમિયાન 12% વોલ્યુમ CAGR છે. ખર્ચમાં નિયંત્રણ આવ્યુ છે, ગ્રોથમાં સતત જોવા મળી રહ્યો છે. કંપનીના વેલ્યુએશન સસ્તા છે. $220 EV/tના શિખરની સરખામણીએ $175 EV/t પર છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ પર MS
મોર્ગન સ્ટેનલીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 11600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં EBITDA અનુમાનથી મજબૂત રહ્યા છે. વોલ્યુમ મજબૂત અને ખર્ચમાં કન્ટ્રોલ આવ્યો. માગમાં સુધારાની સાથે મેનેજમેન્ટને વર્ષ દરમિયાન પ્રાઈસ રિકવરીની અપેક્ષા રહેશે.
અલ્ટ્રાટેક સિમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે અલ્ટ્રાટેક સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 11500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં EBITDA વર્ષ દર વર્ષના ધોરણે 24% અને ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે 26% રહ્યા. કંપની મધ્યમ ગાળામાં `200-300/ટન ખર્ચમાં ઘટાડોની અપેક્ષા છે.
PNB Hsg પર MS
મોર્ગન સ્ટેનલીએ પીએનબી હાઉસિંગ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1025 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ડિસ્બર્સમેન્ટ અને ક્રેડિટ ખર્ચમાં ઘટાડાની પૉઝિટીવ અસર રહેશે. નફો અનુમાનથી સારો 18% પર રહ્યો.
ટ્રેન્ટ પર MS
મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3675 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં પરિણામ ટોપલાઈન પર માર્જિન મજબૂત રહ્યા. મેનેજમેન્ટની સ્ટોર સંખ્યા વધારવા પર ફોકસ રહેશે. મેનેજમેન્ટે કહ્યું ફેશન બિઝનેસમાં LFL ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે 10% રહ્યો. ફેશન બિઝનેસના ઓપરટિંગ EBIT માર્જિન 8.2% વર્ષ દર વર્ષના ધોરણે રહ્યા.
ટ્રેન્ટ પર જેફરિઝ
જેફરિઝે ટ્રેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે LFL ગ્રોથ અને સ્ટોરની સંખ્યા વધી.
કેન ફિન હોમ્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ કેન ફિન હોમ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નફો અનુમાનની સરખામણીએ 1% નીચે રહ્યો. NIM 3.85%પર અનુમાનની સાથે ઈન-લાઈન રહ્યા. Disbursements QoQ ધોરણે 23% વધ્યો. લોન ગ્રોથ પર આઉટલુક મુખ્ય ચર્ચાનો મુદ્દો રહેશે.
KPIT ટેક પર GS
ગોલ્ડમેન સૅક્સે કેપીઆઈટી ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4ના પરિણામ અનુમાનથી સારા રહ્યા. FY25 આવક ગાઈડન્સ પણ +18%થી વધી +22% છે. નવા ESOP પ્રોગ્રામમાં FY25 રેવેન્યુનો 1.7% ખર્ચ રહેવાનો અંદાજ છે. FY25માં EBITDA માર્જિન 22.2% સુધી રહેવાનો અંદાજ છે. EBITDA માર્જિન અનુમાન 20.5% હતું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.