Today's Broker's Top Picks: વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ, ઈન્ડસ ટાવર્સ, એસબીઆઈ, આવાસ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ છે બ્રોકરેજના રડાર પર
ગોલ્ડમેન સૅક્સે એસબીઆઈ પર રેટિંગ ડાઉનગ્રેડથી વેચાણ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 840 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 742 રૂપિયા પ્રતિશેરના કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિપોઝિટ ગ્રોથ વધવા છતાં લોન ગ્રોથ નીચા રહ્યા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT સેક્ટર પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ IT સેક્ટર પર TCS અને ઈન્ફોસિસ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમને TCS માટે લક્ષ્યાંક 4910 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ઈન્ફોસિસ માટે લક્ષ્યાંક 2150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. HCL ટેક માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી ઈક્વલવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1840 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. LTIMindtree માટે રેટિંગ અપગ્રેડ કરી ઓવરવેટ કર્યા. LTIMindtree માટે લક્ષ્યાંક વધારીને 7050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વિપ્રો માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ટેક મહિન્દ્રા માટે ઈક્વવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1680 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. L&T ટેક માટે લક્ષ્યાંક વધારીને 4730 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ટાટા એલેક્સી માટે લક્ષ્યાંક વધારીને 6860 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. એમ્ફેસિસ માટે લક્ષ્યાંક વધારીને 3200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સાયન્ટ માટે લક્ષ્યાંક વધારીને 1650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. કોફોર્જ માટે રેટિંગ વધારીને 7825 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
OMCs પર UBS
યુબીએસે ઓએમસીએસ પર IOC, BPCL માટે ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર IOC માટે લક્ષ્યાંક 210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. BPCL માટે લક્ષ્યાંક 400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ક્રૂડ ઓઈલના પ્રાઈસ ઘટવાથી OMCsને ફાયદો છે. બ્રેડ ક્રૂડ $80થી $70 બેરલ સુધી ઘટ્યો. ક્રૂડમાં નરમાશથી રિફાઈનિંગ, માર્કેટિંગ માર્જિનમાં સુધારો શક્ય છે. ડીઝલ અને પેટ્રોલના માર્જિન QoQ 2 રૂપિયા લિટર વધી શકે છે.
વોડાફોન આઈડિયા પર GS
ગોલ્ડમેન સૅક્સે વોડાફોન આઈડિયા પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2.5 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલમાં રકમ એકત્ર કરવી કંપની માટે પોઝિટીવ છે. રકમ એકત્ર કર્યા બાદ પણ માર્કેટ શેરમાં ઘટાડો શક્ય છે. આગામી 3-4 વર્ષમાં 3% સુધી માર્કેટ શેર ઘટી શકે છે. સરકારને AGR, સ્પેક્ટ્રમની ચુકવણી શરૂ કરી. કેશ ફ્લો માટે ARPUs વધી 200-270 રૂપિયા થવા જોઈએ. ARPUsમાં વધારો થવો મુશ્કેલ લાગી રહ્યો છે. FY31 સુધી ફ્રી કેશ ફ્લો નેગેટિવ રહેવાની આશંકા છે.
ભારતી એરટેલ પર GS
ગોલ્ડમેન સૅક્સે ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગળ પણ ગ્રોથ મોમેન્ટમ યથાવત્ રહી શકે છે. ફ્રિ કેશ ફ્લોને કારણે પ્રીમિયમ વેલ્યુશન મળશે. આગામી 3 વર્ષમાં માર્કેટ શેર 2% વધવાની અપેક્ષા છે. ટેરિફ વધવાથી કંપનીને ફાયદો થશે. FY27 સુધી આવકમાં 16% CAGR સંભવ છે.
ઈન્ડસ ટાવર્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે ઈન્ડસ ટાવર્સ પર રેટિંગ ડાઉનગ્રેડથી વેચાણ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 220 રૂપિયા પ્રતિશેરથી વધારીને 350 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મધ્ય ગાળા અને લાંબાગાળા માટે ગ્રોથ આઉટલુક પોઝિટીવ છે.
SBI પર GS
ગોલ્ડમેન સૅક્સે એસબીઆઈ પર રેટિંગ ડાઉનગ્રેડથી વેચાણ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 840 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 742 રૂપિયા પ્રતિશેરના કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિપોઝિટ ગ્રોથ વધવા છતાં લોન ગ્રોથ નીચા રહ્યા.
આવાસ ફાઈનાન્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે આવાસ ફાઈનાન્સ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2160 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોથ આઉટલુકમાં સુધારો આવવાની અપેક્ષા છે.
ટાટા મોટર્સ પર HSBC
એચએસબીસીએ ટાટા મોટર્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર CLSA
સીએલએસએ એ પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર આઉટપરરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2380 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલમાં ઈક્વિટી ફંડનો ઉપયોગ રેસિડેન્શિયલ અને વાર્ષિકી બિઝનેસમાં ગ્રોથ માટે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)