Budget 2024 : નાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ બજેટ પહેલા, સરકાર રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં જાહેર કરે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોએ આ અંદાજ વ્યક્ત કર્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં 2024-25નું બજેટ રજૂ કરશે. નિષ્ણાતો કહે છે કે તેઓ અપેક્ષા રાખે છે કે સરકાર સ્વચ્છ ઊર્જા ઉદ્યોગ માટે નીતિ-સંબંધિત પગલાં, વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) અને પ્રોત્સાહન યોજનાઓ જાહેર કરે.