'ક્વીક કોમર્સ'ના ઝડપી વિકાસ સાથે, શારીરિક શ્રમ કરતા કુશળ અને અર્ધ-કુશળ (બ્લુ-કોલર) મજૂરોની જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે. જોબ પ્લેટફોર્મ 'ઇન્ડીડ' મુજબ, 2027 સુધીમાં ભારતમાં 24 લાખ નોકરીઓનું સર્જન થશે. ઈન્ડીડ ઈન્ડિયાના સેલ્સ હેડ શશી કુમારે જણાવ્યું હતું કે ક્વિક કોમર્સ કંપનીઓએ છેલ્લા ક્વાર્ટરમાં તહેવારોની ખરીદી અને ઈ-કોમર્સની વધતી માંગને પહોંચી વળવા માટે 40,000 થી વધુ કર્મચારીઓને નોકરી પર રાખ્યા હતા.