Inflation in India: ચૂંટણી બાદ લાગી શકે છે મોંઘવારીનો ઝટકો, ફોન વાપરવાના ખર્ચમાં થશે વધારો!
Inflation in India: Jio અને Airtel જેવી ટેલિકોમ કંપનીઓ ચૂંટણી પછી મોબાઈલ ટેરિફમાં વધારો કરી શકે છે, જે સામાન્ય લોકોના ખિસ્સામાંથી ખર્ચમાં વધારો કરી શકે છે.
Inflation in India: ચૂંટણી બાદ સામાન્ય લોકોને મોંઘવારીના નવા આંચકાનો સામનો કરવો પડી શકે છે .
Inflation in India: લાંબા સમય બાદ મોંઘવારીના મોરચે લોકોને રાહત મળી રહી હોય તેમ લાગતું હતું. જો કે, આ મામલે ટૂંક સમયમાં સમસ્યા ઊભી થઈ શકે છે. લોકસભા ચૂંટણી બાદ સામાન્ય લોકોને મોંઘવારીના નવા આંચકાનો સામનો કરવો પડી શકે છે અને આ આંચકો ટેલિકોમ કંપનીઓ આપી શકે છે.
ટેલિકોમ કંપનીઓનો પ્લાન
એક તાજેતરનો અહેવાલ સૂચવે છે કે Jio અને Airtel જેવી ટેલિકોમ કંપનીઓ ટેરિફ વધારવાની યોજના બનાવી રહી છે. આ કંપનીઓ દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગમે ત્યારે મોબાઈલ ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો જૂનમાં પુરી થનારી ચૂંટણી બાદ લોકોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે.
ટેરિફ આટલો વધી શકે છે
વિશ્લેષક એન્ટિક સ્ટોક બ્રોકિંગને ટાંકીને પીટીઆઈના અહેવાલમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગનું માનવું છે કે જિયા અને એરટેલ જેવી મોટી ટેલિકોમ કંપનીઓ 2024ની લોકસભા ચૂંટણી પછી તેમના પ્લાન મોંઘા કરી શકે છે. ચૂંટણી બાદ ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં 15 થી 17 ટકાનો વધારો કરી શકે છે તેવી આશંકા છે.
જો કે મોબાઈલ કંપનીઓએ હજુ આ અંગે ઓફિશિયલ રીતે કંઈ કહ્યું નથી. મોંઘવારીની વાત કરીએ તો માર્ચ મહિનામાં પણ રાહતનો ક્રમ ચાલુ રહ્યો. એક દિવસ પહેલા જાહેર કરાયેલા આંકડા અનુસાર માર્ચ મહિનામાં રિટેલ ઇન્ફ્લેશન રેટ ઘટીને 5 ટકાની નીચે આવી ગયો હતો.
જૂન સુધી ચાલશે ચૂંટણી
દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024 આ મહિનાથી શરૂ થઈ રહી છે. આવતા અઠવાડિયે 19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. છેલ્લા તબક્કાની ચૂંટણી જૂનના પહેલા સપ્તાહમાં 1લી જૂને યોજાશે. ત્યાર બાદ 4 જૂને લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થશે.
એરટેલને વધુ ફાયદો
એન્ટિક સ્ટોક બ્રોકિંગના જણાવ્યા અનુસાર ટેરિફ વધારવાથી ટેલિકોમ કંપનીઓને ફાયદો થવાનો છે. ભારતી એરટેલ સૌથી વધુ લાભાર્થી બની શકે છે. એરટેલની સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (ARPU) હાલમાં રૂપિયા 208 છે. નાણાકીય વર્ષ 2026-27માં તે વધીને 286 રૂપિયા થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, Jio હાલમાં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી કંપની છે. છેલ્લા 5-6 વર્ષમાં Jioનો માર્કેટ શેર 21.6 ટકાથી વધીને 39.7 ટકા થયો છે.