શેરબજારમાં કડાકા વચ્ચે JP Morganની આ 2 પોર્ટ શેરો પર નજર, રોકાણકારોને મળી શકે છે 35% સુધીનું તગડું રિટર્ન
Stocks to Buy: શેરબજારમાં ઘટાડા વચ્ચે વિદેશી બ્રોકરેજ ફર્મ JP Morgan એ Adani Ports અને JSW Infrastructureના શેર ખરીદવાની સલાહ આપી છે. રોકાણકારોને 35% સુધીનું રિટર્ન મળી શકે છે. જાણો શું છે નવો ટાર્ગેટ પ્રાઇસ.
Stocks to Buy: શેરબજારમાં ઘટાડા વચ્ચે વિદેશી બ્રોકરેજ ફર્મ JP Morgan એ Adani Ports અને JSW Infrastructureના શેર ખરીદવાની સલાહ આપી છે.
Stocks to Buy: અત્યારે શેરબજારમાં ભારે ઉથલપાથલ અને ચોતરફ વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આવા મુશ્કેલ સમયે પણ વિદેશી બ્રોકરેજ ફર્મ JP Morgan ભારતનાં પોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરને લઈને ખૂબ જ પોઝિટિવ છે. બ્રોકરેજ ફર્મે બે મોટા શેરો - અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports & SEZ) અને જેએસડબ્લ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (JSW Infrastructure) પર પોતાનું કવરેજ શરૂ કર્યું છે. ફર્મનું માનવું છે કે આ બંને શેરમાં ભવિષ્યમાં જોરદાર તેજી આવી શકે છે.
Adani Portsના શેર માટે 1944 રૂપિયાનો ટાર્ગેટ
JP Morgan એ અદાણી પોર્ટ્સના શેરને બાય (ખરીદવા) માટે ‘Overweight' રેટિંગ આપ્યું છે. આ શેર માટે તેમણે 1944 રૂપિયાનો નવો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. બુધવારના બંધ ભાવ (1436.60 રૂપિયા) સાથે સરખામણી કરીએ તો આ શેરમાં 35 ટકા જેટલી ભમ્પર તેજી જોવા મળી શકે છે.
ગ્રોથનું કારણ: રિપોર્ટ મુજબ, કંપનીનો મોટો માર્કેટ શેર, લોજિસ્ટિક્સ બિઝનેસનો ઝડપી વ્યાપ અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં કંપનીને મોટો ફાયદો કરાવશે.
નાણાકીય અંદાજ: નાણાકીય વર્ષ 2025 થી 2028 વચ્ચે કંપનીની આવક 17%, EBITDA 15% અને ચોખ્ખો નફો 16% ના ચક્રવૃદ્ધિ દરે (CAGR) વધવાની ધારણા છે.
JSW Infrastructure પણ આપશે મજબૂત રિટર્ન
બ્રોકરેજ ફર્મે જેએસડબ્લ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ‘Overweight' રેટિંગ આપીને રોકાણકારોને ખુશ કર્યા છે. આ શેર માટે 310 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે તેના બુધવારના બંધ ભાવ (245.20 રૂપિયા) કરતા લગભગ 26 ટકાનો ઉછાળો દર્શાવે છે.
ગ્રોથનું કારણ: JSW ગ્રુપની મજબૂત કામગીરી અને વિસ્તરણની યોજનાઓ કંપનીને સીધો ફાયદો કરાવશે. કંપનીનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2030 સુધીમાં તેની બંદર ક્ષમતા 400 મિલિયન ટનથી વધુ કરવાની છે.
નાણાકીય અંદાજ: વર્ષ 2025 થી 2028 સુધીમાં આ કંપનીની આવક 38%, EBITDA 30% અને ચોખ્ખો નફો 21% ના દરે વધવાનું અનુમાન છે.
પોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં કેમ છે આકર્ષણ?
JP Morganના રિપોર્ટ મુજબ, ભારતમાં પોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ગ્રોથની અપાર સંભાવનાઓ રહેલી છે. આ બિઝનેસમાં નવી કંપનીઓ માટે એન્ટ્રી કરવી ખૂબ અઘરી છે, જેના કારણે જૂની અને સ્થાપિત કંપનીઓનું જ વર્ચસ્વ રહે છે. વધતો જતો ગ્લોબલ વેપાર, બંદરોની ક્ષમતામાં થઈ રહેલો વધારો અને બંને કંપનીઓનું વેરહાઉસિંગ પર ફોકસ તેમના નફાના માર્જિનમાં મોટો વધારો કરશે.
છેલ્લા 3 વર્ષનું શાનદાર પ્રદર્શન
છેલ્લા ત્રણ વર્ષ પર નજર કરીએ તો આ બંને કંપનીઓના શેરોએ રોકાણકારોને માલામાલ કર્યા છે. આ સમયગાળામાં અદાણી પોર્ટ્સના શેરમાં 70 ટકા અને JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 68 ટકાનો વધારો થયો છે. આ દેખાવ Nifty 50 ઇન્ડેક્સ કરતા ઘણો સારો રહ્યો છે. નોંધનીય છે કે, બુધવારે બજારના ઘટાડામાં અદાણી પોર્ટ્સ 2.29 ટકા ઘટીને 1436.60 રૂપિયા પર અને JSW ઇન્ફ્રા 2.58 ટકા ઘટીને 245.20 રૂપિયા પર બંધ થયા હતા.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી અને શેર ખરીદવાની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવેલી છે, તે અમારી વેબસાઈટના પોતાના વિચાર નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી કોઈપણ શેરમાં નાણાં રોકતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો.)