Bank Employees: બેન્ક કર્મચારીઓને ટૂંક સમયમાં સપ્તાહની રજા સંબંધિત સારા સમાચાર મળી શકે છે. હકીકતમાં, મીડિયા અહેવાલો અનુસાર, ગયા મહિને યોજાયેલી બેઠકમાં, ભારતીય બેન્કિંગ એસોસિએશન (IBA) એ બેન્કમાં પાંચ કાર્યકારી દિવસોને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવને હવે અંતિમ મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.
બેન્કમાં પણ મળશે અઠવાડીયામાં બે રજા
મોટાભાગની બેન્કિંગ કામગીરી ડિજિટલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક બેન્કરે કહ્યું કે હવે લગભગ 80 ટકા ટ્રાન્ઝેક્શન ડિજિટલ રીતે થઈ રહ્યા છે. આ સિવાય બેન્ક શાખાઓ હવે કસ્ટમર્સની ફરિયાદોને સંભાળવા માટે વધુ કામ કરી રહી છે. કસ્ટમર્સના હસ્તાક્ષર જરૂરી હોય તેવા અમુક કરારો પર થોડા સાઇન-ઓફ લેવા સિવાય આ દિવસોમાં શાખાઓની મુલાકાત લેવાની બહુ જરૂર નથી.
નાણા મંત્રાલયની મંજૂરી ટૂંક સમયમાં મળી શકે
એક સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે અનૌપચારિક વાટાઘાટોના આધારે, નાણા મંત્રાલય તરફથી ટૂંક સમયમાં મંજૂરી અપેક્ષિત છે કારણ કે સરકારને બેન્કર્સ યુનિયનની આ વિનંતીને સ્વીકારવામાં કોઈ સમસ્યા નહીં હોય. નાણા મંત્રાલયની મંજૂરી બાદ આ પ્રસ્તાવને મંજૂરી માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પાસે લઈ જવામાં આવશે.