BEL Share Price: નવરત્ન સ્ટેટસ ધરાવતી સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ને ભારતીય સેના તરફથી 1640 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર એયર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર્સ (અતુલ્ય) માટે છે, જે દેશની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરશે. BELએ એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની અગ્રણી કંપની છે, જે રક્ષા મંત્રાલય હેઠળ કાર્યરત છે અને તેનું માર્કેટ કેપ લગભગ 3 લાખ કરોડ છે.
ડીઆરડીઓ (DRDO) દ્વારા ડિઝાઇન કરાયેલા અને BEL દ્વારા બનાવવામાં આવેલા આ રડાર્સ સ્વદેશી ટેક્નોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. આ રડાર્સ દરેક પ્રકારના હવામાનમાં, દિવસ-રાત હવાઈ ખતરાઓથી રક્ષણ આપે છે. આ રડાર્સનો ઉપયોગ સર્વેલન્સ, એક્વિઝિશન, એયર ટાર્ગેટ્સને ટ્રેક કરવા અને એયર ડિફેન્સ ગન્સને કંટ્રોલ કરવા માટે થાય છે. આ ઓર્ડર ભારતની સેનાની તાકાતમાં વધારો કરશે અને સ્વદેશી રક્ષા ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ દેશની રક્ષા ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે. આ નવો ઓર્ડર માત્ર કંપનીની આર્થિક સ્થિતિને મજબૂત કરશે નહીં, પરંતુ ભારતની સેનાને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરશે. આ ઉપરાંત, સ્વદેશી ઉત્પાદનો પર ભાર આપવાથી ‘આત્મનિર્ભર ભારત’નું વિઝન પણ મજબૂત થશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.