OTT Platform BAN: 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ, અશ્લીલ કન્ટેન્ટનો ખેલ ખતમ
OTT Platform BAN: આ પહેલાં માર્ચ 2025માં મંત્રાલયે 18 OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં ડ્રીમ્સ ફિલ્મ્સ, નિયોનએક્સ VIP, મૂડએક્સ, બેશરમ્સ, વૂવી, હન્ટર્સ, હોટ શોટ્સ VIP વગેરેનો સમાવેશ હતો.
ભારતમાં OTTની શરૂઆત 2008માં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના 'Bigflix'થી થઈ. 2010માં Digiviveએ 'NextGTV' લોન્ચ કરી
OTT Platform BAN: કેન્દ્ર સરકારે અશ્લીલ અને ગેરકાયદેસર કન્ટેન્ટ ફેલાવવા બદલ 25 OTT પ્લેટફોર્મ પર કડક કાર્યવાહી કરી છે. ULLU, ALT બાલાજી, ડેસિફ્લિક્સ અને બિગ શોટ્સ જેવા પ્લેટફોર્મ પર તાત્કાલિક અસરથી બૅન લગાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISPs)ને આ પ્લેટફોર્મની ઍક્સેસ બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શા માટે થઈ આ કાર્યવાહી?
માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)એ જણાવ્યું કે આ પ્લેટફોર્મ્સ અશ્લીલ, અનૈતિક અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધનું કન્ટેન્ટ પ્રસારિત કરી રહ્યાં હતાં. આ એપ્સે IT એક્ટ, 2000ની કલમ 67 અને 67A, ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 294 અને મહિલાઓનું અશ્લીલ પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) એક્ટ, 1986ની કલમ 4નું ઉલ્લંઘન કર્યું છે. આ કાયદાઓ અનુસાર:
* IT એક્ટ, કલમ 67: ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી ફેલાવવી ગુનો છે.
* IT એક્ટ, કલમ 67A: જાતીય પ્રવૃત્તિવાળા વીડિયો શેર કરવા ગેરકાયદે છે.
* BNS, કલમ 294: જાહેરમાં અશ્લીલ કૃત્યો કે શબ્દોનો ઉપયોગ ગુનો છે.
* મહિલા પ્રતિબંધ એક્ટ, કલમ 4: મહિલાઓને અપમાનજનક રીતે દર્શાવવું ગેરકાનૂની છે.
કયા પ્લેટફોર્મ બૅન થયા?
સરકારની તપાસમાં ULLU, ALT બાલાજી, Big Shots App, Desiflix, Boomex, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalva App, Wow Entertainment, Look Entertainment, Hitprime, Feneo, ShowX, Sol Talkies, Adda TV, HotX VIP, Hulchul App, MoodX, NeonX VIP, Fugi, Mojflix અને Triflicks જેવા 25 પ્લેટફોર્મનો સમાવેશ થયો. આ એપ્સ પર "લાઇટ એડલ્ટ" કે "સોફ્ટ પોર્ન" જેવું કન્ટેન્ટ હોવાની ફરિયાદો હતી.
અગાઉ માર્ચમાં પણ થઈ હતી કાર્યવાહી
આ પહેલાં માર્ચ 2025માં મંત્રાલયે 18 OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં ડ્રીમ્સ ફિલ્મ્સ, નિયોનએક્સ VIP, મૂડએક્સ, બેશરમ્સ, વૂવી, હન્ટર્સ, હોટ શોટ્સ VIP વગેરેનો સમાવેશ હતો.
OTTની શરૂઆત કેવી રીતે થઈ?
ભારતમાં OTTની શરૂઆત 2008માં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના 'Bigflix'થી થઈ. 2010માં Digiviveએ 'NextGTV' લોન્ચ કરી, જે દેશની પ્રથમ OTT મોબાઇલ એપ હતી. 2013-14માં NexGTVએ IPL લાઇવ સ્ટ્રીમિંગથી લોકપ્રિયતા મેળવી. 2015માં Hotstar (હવે Disney+Hotstar)એ IPL સ્ટ્રીમિંગથી બજારમાં ધૂમ મચાવી. 2013માં Ditto TV અને Sony Livએ ટીવી શોનું સ્ટ્રીમિંગ શરૂ કર્યું, જેણે OTTનો ક્રેઝ વધાર્યો.
2020માં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો સહિત 15 OTT પ્લેટફોર્મ્સે સ્વ-નિયમન કોડ બનાવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (IAMAI)એ જણાવ્યું કે આ કોડ વિવિધ વય જૂથો માટે યોગ્ય કન્ટેન્ટ પ્રદાન કરવા પર ફોકસ કરે છે.