લીંબુ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
Lemon Water Benefits: લીંબુ પાણી આજકાલ વજન ઘટાડવા માટે ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તેના અનેક ફાયદા છે, પરંતુ ખાલી પેટે તેનું સેવન કરતા પહેલાં કેટલીક મહત્વની બાબતો જાણવી જરૂરી છે. ચાલો, આયુર્વેદિક નિષ્ણાત દ્વારા જાણીએ કે લીંબુ પાણીના ફાયદા અને નુકસાન શું છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે લીંબુ પાણી
આયુર્વેદ અનુસાર, લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરવામાં મદદ કરે છે. ડૉક્ટર્સ જણાવે છે કે સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી ગેસ, અપચો, ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ખાસ કરીને, જે લોકોની ઉંમરે પાચનક્રિયા ધીમી પડી ગઈ હોય, તેમના માટે આ ખૂબ ફાયદાકારક છે. ગરમ લીંબુ પાણી શરીરના મેટાબોલિઝમને વેગ આપે છે.
હાઇડ્રેશન અને એનર્જી માટે ઉત્તમ
સવારે ઊઠ્યા પછી શરીર હળવું ડિહાઇડ્રેટેડ હોય છે. આવી સ્થિતિમાં ગરમ લીંબુ પાણી શરીરને હાઇડ્રેટ કરે છે અને દિવસની શરૂઆત તાજગીભરી રીતે કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ઉનાળામાં તેનું સેવન શરીરને ઠંડક આપે છે અને ડિટોક્સ પ્રક્રિયામાં પણ સહાય કરે છે. લીંબુમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરમાં પાણીની ઉણપને સંતુલિત કરે છે.
ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક
લીંબુ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, નિયમિત લીંબુ પાણીનું સેવન કોલેજન ઉત્પાદનને વેગ આપે છે, જેનાથી ત્વચા ટાઇટ, ગ્લોઇંગ અને હેલ્ધી દેખાય છે. આ ઉપરાંત, તે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં પણ મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ઇચ્છો તો તેમાં થોડું મધ અથવા આદુનો રસ ઉમેરીને સ્વાદ વધારી શકો છો, જેનાથી લીંબુ પાણીના ફાયદા વધુ અસરકારક બને છે.
કોણે ન પીવું જોઈએ લીંબુ પાણી?
લીંબુ પાણી ઘણું ફાયદાકારક હોવા છતાં, તે દરેક માટે યોગ્ય નથી. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, જે લોકોને એસિડિટી, પેટના અલ્સર કે ખાટાં ફળોથી એલર્જીની ફરિયાદ હોય, તેમણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આવા લોકો માટે તે નુકસાનકારક બની શકે છે.
લીંબુ પાણી કેવી રીતે બનાવવું અને ક્યારે પીવું?
લીંબુ પાણીની અસર ત્યારે જ અસરકારક હોય છે જ્યારે તેને સાચી રીતે અને યોગ્ય સમયે પીવામાં આવે. સવારે ઊઠતાની સાથે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવો. તેને નાસ્તા પહેલાં 15 થી 30 મિનિટ પહેલાં પીવો. તેમાં ખાંડ ન નાખવી. જો સ્વાદ માટે કંઇક ઉમેરવું હોય તો થોડું મધ અથવા આદુનો રસ ઉમેરી શકાય. દાંતની સુરક્ષા માટે સ્ટ્રોનો ઉપયોગ કરો અને લીંબુ પાણી પીધા પછી પાણીથી કોગળા કરવાનું ભૂલશો નહીં.