રોકાણકારો માટે મોટી તક! Jio BlackRock ગિફ્ટ સિટીથી લોન્ચ કરશે 2 નવા આઉટબાઉન્ડ ફંડ, જાણો તમામ વિગતો | Moneycontrol Gujarati
Get App

રોકાણકારો માટે મોટી તક! Jio BlackRock ગિફ્ટ સિટીથી લોન્ચ કરશે 2 નવા આઉટબાઉન્ડ ફંડ, જાણો તમામ વિગતો

વિદેશી બજારોમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે સારા સમાચાર! જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ આગામી 2 મહિનામાં ગુજરાતના ગિફ્ટ સિટી પ્લેટફોર્મ પરથી 2 નવા આઉટબાઉન્ડ ફંડ લોન્ચ કરશે. જાણો આ ફંડ્સની સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 05:01:24 PM Jul 01, 2026 પર
Story continues below Advertisement
આ ફંડનું મુખ્ય ફોકસ એવા દેશોના શેરબજારો પર રહેશે, જે દેશોની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરી રહી છે.

જો તમે તમારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવા માટે વિદેશી શેરબજારોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક આવી રહી છે. જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ આગામી 2 મહિનાની અંદર ગુજરાતના ગિફ્ટ સિટી પ્લેટફોર્મ પરથી બે નવા 'આઉટબાઉન્ડ ફંડ્સ' લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીને વિદેશી કંપનીઓમાં રોકાણ કરવા માટે રેગ્યુલેટર તરફથી લીલી ઝંડી પણ મળી ચૂકી છે.

કયા બે નવા ફંડ્સ થશે લોન્ચ?

તાજેતરમાં યોજાયેલી એક મ્યુચ્યુઅલ ફંડ સમિટમાં જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ઋષિ કોહલીએ આ નવા ફંડ્સ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે કંપનીને ગિફ્ટ સિટીનું સત્તાવાર લાઇસન્સ મળી ગયું છે અને શરૂઆતમાં આ 2 ફંડ્સ માર્કેટમાં ઉતારવામાં આવશે.

ગ્લોબલ ઇક્વિટી ફંડ : આ ફંડ દ્વારા વિશ્વભરની મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓના શેરોમાં રોકાણ કરવામાં આવશે.

ઇમર્જિંગ માર્કેટ ફંડ : આ ફંડનું મુખ્ય ફોકસ એવા દેશોના શેરબજારો પર રહેશે, જે દેશોની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરી રહી છે.


ફંડની પસંદગી કેવી રીતે થઈ?

ઋષિ કોહલીએ વધુમાં જણાવ્યું કે, કંપનીએ બ્લેકરોકના ગ્લોબલ પ્રોડક્ટ્સમાંથી 10 જેટલા શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ શોર્ટલિસ્ટ કર્યા છે. આ પ્રોડક્ટ્સની પસંદગી ફેમિલી ઓફિસો, વેલ્થ એડવાઈઝર અને ડિસ્ટ્રિબ્યુટર્સના ખાસ ફીડબેક અને માંગના આધારે કરવામાં આવી છે, જેમાંથી સૌથી પહેલા આ 2 ફંડ્સ લોન્ચ થશે.

વિદેશી ફંડ્સમાં રોકાણ શા માટે ફાયદાકારક છે?

છેલ્લા કેટલાક સમયથી ભારતીય રોકાણકારોનો ઝુકાવ વિદેશી શેરબજારો તરફ વધ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ 'ડાયવર્સિફિકેશન' છે.જ્યારે તમે અલગ-અલગ દેશોના માર્કેટમાં પૈસા લગાવો છો, ત્યારે તમારું જોખમ ઘટે છે અને રિટર્ન મળવાની શક્યતા વધે છે. હાલમાં ભારતીય શેરબજાર એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે અમેરિકા અને અન્ય એશિયાઈ બજારોમાં શાનદાર તેજી જોવા મળી છે.જોકે, તેમ છતાં ભારતમાં SIP દ્વારા સ્થાનિક રોકાણ મજબૂત રીતે આવી રહ્યું છે, જે લાંબા ગાળા માટે એક સારો સંકેત છે.

જિયો બ્લેકરોકનો ફ્યુચર પ્લાન શું છે?

આઉટબાઉન્ડ ફંડ્સ લોન્ચ કર્યા પછીના 6 મહિના કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઋષિ કોહલીએ સ્પષ્ટ કર્યું કે,,આઉટબાઉન્ડ ફંડના 6 મહિના પછી કંપની તેની ઇનબાઉન્ડ ફંડની ગતિવિધિઓ પણ શરૂ કરશે. આ તમામ કામગીરી IFSCA ના કડક નિયમો હેઠળ કરવામાં આવશે. રોકાણકારોનો કેવો રિસ્પોન્સ મળે છે, તે જોઈને કંપની આગામી 3 થી 4 વર્ષમાં 20 જેટલા નવા ફંડ્સ માર્કેટમાં લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચો-Closing Bell: સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,000ની ઐતિહાસિક સપાટી પાર, રોકાણકારો માલામાલ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 01, 2026 5:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.