શેરબજારમાં બે દિવસના ઘટાડા બાદ શાનદાર વાપસી! સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળીને બંધ, જ્યારે નિફ્ટીએ 24,000 ની સપાટી વટાવી. જાણો આજના ટોપ ગેઈનર્સ અને સેક્ટરની માહિતી.
નિફ્ટી 50 140.10 પોઈન્ટ (0.59%) ના શાનદાર ઉછાળા સાથે 24,005.85 ના સ્તર પર બંધ થયો. નિફ્ટીનું 24,000 ની ઉપર બંધ થવું એ બજાર માટે મોટી વાત છે.
Closing Bell: સપ્તાહના પહેલા જ કારોબારી દિવસે ભારતીય શેરબજારે બે દિવસથી ચાલ્યા આવતા ઘટાડા પર બ્રેક લગાવી છે. આજે માર્કેટમાં શાનદાર રિકવરી જોવા મળી, જેના કારણે રોકાણકારોના ચહેરા પર ફરી ખુશી છવાઈ ગઈ છે. રિયાલ્ટી, FMCG અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં થયેલી જોરદાર ખરીદીને કારણે બજારે મજબૂત લીડ સાથે પોઝિટિવ ક્લોઝિંગ કર્યું છે.
શેરબજારના આજના ક્લોઝિંગ આંકડા
બજાર બંધ થવાના સમયે બંને મુખ્ય સૂચકાંકોએ શાનદાર આંકડા દર્શાવ્યા હતા...નિફ્ટી 50,,, 140.10 પોઈન્ટ (0.59%) ના શાનદાર ઉછાળા સાથે 24,005.85 ના સ્તર પર બંધ થયો. નિફ્ટીનું 24,000 ની ઉપર બંધ થવું એ બજાર માટે મોટી વાત છે. સેન્સેક્સ 443.97 પોઈન્ટ (0.58%) ના મજબૂત વધારા સાથે 76,922.64 ના સ્તરે બંધ રહ્યો.
આજના ટોપ ગેનર્સ અને લુઝર્સ
બજારની આ તેજી અને મંદીમાં કેટલીક કંપનીઓએ સારો નફો કરાવ્યો, તો કેટલીકમાં રોકાણકારોને નિરાશા મળી.
કયા શેરોમાં રહી તેજી?
નિફ્ટી પર ઈટર્નલ, અદાણી એન્ટરપ્રાઈઝીસ, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર અને એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ કમાણી કરાવનારા ટોપ ગેઈનર્સ શેર રહ્યા.
કયા શેરો ગગડ્યા?
બીજી તરફ, HCL ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, TCS, હિંડાલ્કો અને ટાટા સ્ટીલના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને તેઓ ટોપ લુઝર્સ બનીને નુકસાન સાથે બંધ થયા.
સેક્ટર મુજબ બજારની સ્થિતિ
આજે બજારનો બધો જ આધાર અમુક ખાસ સેક્ટર પર રહ્યો હતો. રિયાલ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 3% નો ઉછાળો જોવા મળ્યો. આ ઉપરાંત FMCG અને મીડિયા ઈન્ડેક્સ 2% વધ્યા, જ્યારે ઓટો અને PSU બેન્ક ઈન્ડેક્સમાં 1% ની મજબૂતી નોંધાઈ. જ્યારે આઈટી સેક્ટરમાં આજે નરમાશ જોવા મળી અને ઈન્ડેક્સ 2% તૂટ્યો. આ સાથે મેટલ ઈન્ડેક્સ 1% અને ફાર્મા સેક્ટર 0.5% ના ઘટાડા સાથે દબાણમાં રહ્યા.
નાના અને મધ્યમ શેરોમાં પણ ઉત્સાહ
મોટા શેરો ની સાથે-સાથે નાના અને મધ્યમ કદના શેરોમાં પણ આજે સારો એવો પોઝિટિવ માહોલ જોવા મળ્યો. વ્યાપક બજારની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.34% અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 0.36% (લગભગ 0.4%) ના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે.