FMCG Price Hikes: ફરી મોંઘવારીનો માર- તેલ, સાબુ અને ચોકલેટ થશે મોંઘા, Britannia અને HUL સહિત 6 મોટી કંપનીઓની છે આ તૈયારી | Moneycontrol Gujarati
Get App

FMCG Price Hikes: ફરી મોંઘવારીનો માર- તેલ, સાબુ અને ચોકલેટ થશે મોંઘા, Britannia અને HUL સહિત 6 મોટી કંપનીઓની છે આ તૈયારી

શું તમારા રોજના વપરાશની વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે? Britannia, HUL, Dabur અને Godrej સહિત 6 મોટી FMCG કંપનીઓ પ્રોડક્ટ્સના ભાવ વધારવાની તૈયારીમાં છે. જાણો શું છે કારણ અને તમારા ખિસ્સા પર કેવી પડશે અસર.

અપડેટેડ 05:44:07 PM Aug 09, 2026 પર
Story continues below Advertisement
માર્જિન બચાવવા માટે કંપનીઓ સીધા ભાવ વધારવાની સાથે સાથે 'શ્રિંકફ્લેશન' નો પણ સહારો લઈ રહી છે. શ્રિંકફ્લેશન એટલે એવી ચાલાકી જેમાં પ્રોડક્ટનો ભાવ એ જ રાખવામાં આવે છે, પરંતુ પેકેટની અંદર આવતા સામાનનું વજન ઘટાડી દેવામાં આવે છે.

FMCG Price Hikes: એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ પોતાના ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. આ જ ક્વાર્ટરમાં રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે સાબુ, તેલ, બિસ્કિટ અને ચોકલેટના ભાવ વધી શકે છે. કાચા માલની વધતી કિંમતો અને જિયો-પોલિટિકલ અસ્થિરતાના કારણે કંપનીઓના પ્રોફિટ માર્જિન પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

જોકે, ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, બજારમાં હજુ પણ વસ્તુઓની માંગ સારી છે અને કંપનીઓ તેને લઈને પોઝિટિવ છે. બજારમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધી રહ્યું છે, જેનાથી કંપનીઓના રેવન્યુ ગ્રોથમાં સુધારો જોવા મળ્યો છે. અગાઉ જૂન ક્વાર્ટરમાં પણ FMCG સેક્ટરે સરેરાશ 2 થી 5 ટકાનો ભાવ વધારો ઝીંક્યો હતો.

શું છે શ્રિંકફ્લેશનની રણનીતિ?

માર્જિન બચાવવા માટે કંપનીઓ સીધા ભાવ વધારવાની સાથે સાથે 'શ્રિંકફ્લેશન' નો પણ સહારો લઈ રહી છે. શ્રિંકફ્લેશન એટલે એવી ચાલાકી જેમાં પ્રોડક્ટનો ભાવ એ જ રાખવામાં આવે છે, પરંતુ પેકેટની અંદર આવતા સામાનનું વજન ઘટાડી દેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓ કાચા તેલના ભાવ, મોંઘવારી અને અલ નીનો જેવી આબોહવાની અસરો પર પણ ચાંપતી નજર રાખી રહી છે.

ભાવ વધારા અંગે કઈ કંપનીની શું છે તૈયારી?


Britannia : જાણીતી બેકરી ફૂડ કંપની બ્રિટાનિયા આ ક્વાર્ટરમાં ભાવમાં 1.5 થી 2 ટકાનો વધારો કરી શકે છે. કંપનીના એમડી અને સીઈઓ રક્ષિત હરગવેના જણાવ્યા અનુસાર, ખાંડ અને પામ ઓઈલના ભાવ હજુ પણ ઊંચા છે. આથી ખાસ કરીને 5 અને 10 રૂપિયાના બિસ્કિટના પેકેટમાં શ્રિંકફ્લેશન જોવા મળી શકે છે. જૂન ક્વાર્ટરમાં શ્રિંકફ્લેશનની અસર 1 ટકા જેટલી હતી, પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.5 થી 2.0 ટકા સુધીનો વધારાનો બોજ ગ્રાહકો પર પડી શકે છે.

Godrej Consumer Products : આ કંપનીએ જૂન ક્વાર્ટરમાં સરેરાશ 5 ટકા જેટલા ભાવ વધાર્યા હતા. કંપનીના સીઈઓ સુધીર સીતાપતિના મતે, તેમના મોટાભાગના કાચા માલનો ભાવ ક્રૂડ ઓઈલ (કાચા તેલ) સાથે જોડાયેલો છે. હાલ ક્રૂડ ઓઈલ 80-85 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. આથી કંપની હજુ બજારની સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહી છે અને હાલ પૂરતો કોઈ મોટો ભાવ વધારો નહીં કરે.

Dabur India : ડાબરના ગ્લોબલ સીઈઓ મોહિત મલ્હોત્રાનું કહેવું છે કે કાચા માલનો ખર્ચ ઊંચો રહેવાની શક્યતા છે. પોતાનું પ્રોફિટ માર્જિન જાળવી રાખવા માટે કંપની સમજી-વિચારીને ભાવ વધારશે અને સાથે જ ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપશે. મોંઘવારીના કારણે વોલ્યુમ પર દબાણ રહેશે, તેથી કંપનીનો ગ્રોથ માત્ર ભાવ વધારામાંથી જ આવશે અને મોંઘવારીનો બોજ અંતે ગ્રાહકોએ જ ઉઠાવવો પડશે.

HUL : એફએમસીજી માર્કેટની આ સૌથી મોટી કંપની સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પોતાની ઘણી પ્રોડક્ટ કેટેગરીમાં કિંમતો વધારી શકે છે. કંપનીના સીઈઓ અને એમડી પ્રિયા નાયરના જણાવ્યા અનુસાર, જૂન ક્વાર્ટરમાં 2 થી 5 ટકા ભાવ વધારાયા હતા. હવે કંપનીને 2 થી 5 ટકા ઇન્ફ્લેશન ગ્રોથની આશંકા છે, આથી વધતા ખર્ચને પહોંચી વળવા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કિંમતો વધારવામાં આવશે.

Tata Consumer અને Nestle : ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના એમડી સુનીલ ડિસોઝાએ પણ જરૂર પડ્યે કિંમતોમાં વધારો કરવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. બીજી તરફ, નેસ્લે ઇન્ડિયા હાલ જિયો-પોલિટિકલ ટેન્શન અને ચોમાસા પર અલ નીનોની કેવી અસર થાય છે, તેના પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો-રશિયા પર અમેરિકાના આકરા પ્રતિબંધો: કાચા તેલની સપ્લાયમાં મોટું જોખમ, જાણો ભારત માટે કેમ વધી શકે છે મુશ્કેલી

MoneyControl News

MoneyControl News

First Published: Aug 09, 2026 5:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.