હિન્દુસ્તાન ઝિંક Q1 રિઝલ્ટ: નફામાં 145%નો તોતિંગ ઉછાળો, કંપનીની રેવેન્યુ પણ ઓલ-ટાઇમ હાઈ પર | Moneycontrol Gujarati
Get App

હિન્દુસ્તાન ઝિંક Q1 રિઝલ્ટ: નફામાં 145%નો તોતિંગ ઉછાળો, કંપનીની રેવેન્યુ પણ ઓલ-ટાઇમ હાઈ પર

Hindustan Zinc Q1 Results: હિન્દુસ્તાન ઝિંકના એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટર (Q1) ના પરિણામો જાહેર. કંપનીનો નફો 145% વધીને 5469 કરોડ રૂપિયા થયો. રેવેન્યુ અને EBITDA માં રેકોર્ડ બ્રેક વધારો. સંપૂર્ણ વિગતો જાણો.

અપડેટેડ 03:40:11 PM Jul 24, 2026 પર
Story continues below Advertisement
Hindustan Zinc Q1 Results: હિન્દુસ્તાન ઝિંકના એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટર (Q1) ના પરિણામો જાહેર.

Hindustan Zinc Q1 Results: શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતી કંપની હિન્દુસ્તાન ઝિંક એ તેના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના Q1 પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં કંપનીના નફા અને કમાણી બંનેમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

નફો અને રેવેન્યુમાં રેકોર્ડ બ્રેક વધારો

શેર બજારોને આપેલી સત્તાવાર માહિતી અનુસાર, હિન્દુસ્તાન ઝિંકનો ચોખ્ખો નફો એટલે કે Consolidated Profit વાર્ષિક ધોરણે 144.8 ટકા વધીને 5469 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જો આપણે એક વર્ષ પહેલાંની વાત કરીએ તો, જૂન 2025ના ક્વાર્ટરમાં કંપનીનો નફો 2234 કરોડ રૂપિયા હતો.

આ ઉપરાંત, કંપનીના ઓપરેશન્સમાંથી થતી કુલ કમાણી 77 ટકાના મસમોટા ઉછાળા સાથે 13747 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા વર્ષે જૂન 2025 ના ક્વાર્ટરમાં આ આંકડો 7771 કરોડ રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે, આ રેવેન્યુ કંપનીના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી હાઈ લેવલ છે.

કુલ ખર્ચ અને EBITDAની સ્થિતિ


જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 6749 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 5065 કરોડ રૂપિયા હતો. કંપનીના EBITDAમાં પણ 109 ટકાનો ધરખમ વધારો થયો છે અને તે 8074 કરોડ રૂપિયા નોંધાયો છે. આ આંકડો પણ હિન્દુસ્તાન ઝિંક માટે કોઈપણ ત્રિમાસિક ગાળામાં નોંધાયેલો અત્યાર સુધીનો સૌથી વધુ EBITDA છે.

પ્રોડક્શન અંગેની મુખ્ય વિગતો

કંપનીના પ્રોડક્શનની વાત કરીએ તો તેમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે:

માઇન્ડ મેટલ પ્રોડક્શન: જૂન 2026 ક્વાર્ટરમાં 268 KT નોંધાયું.

રિફાઇન્ડ મેટલ પ્રોડક્શન: વાર્ષિક ધોરણે 4% ના વધારા સાથે 260 KT નોંધાયું.

ઝિંક પ્રોડક્શન કોસ્ટ: પ્રતિ ટન 851 ડોલર રહી, જે કોઈપણ એક ક્વાર્ટરમાં જોવા મળેલી સૌથી ઓછી કિંમત છે.

સિલ્વર પ્રોડક્શન: 149 ટન નોંધાયું.

હિન્દુસ્તાન ઝિંકના શેરમાં હલચલ

આવા શાનદાર ત્રિમાસિક પરિણામો આવ્યા બાદ હિન્દુસ્તાન ઝિંકના શેરમાં મામૂલી તેજી જોવા મળી હતી અને શેર લીલા નિશાનમાં ટ્રેડ થતો જોવા મળ્યો. BSE પર દિવસ દરમિયાન શેરની કિંમત 534.65 રૂપિયાના હાઈ લેવલ સુધી પહોંચી હતી.

માર્કેટ કેપની દ્રષ્ટિએ હિન્દુસ્તાન ઝિંક 2.25 લાખ કરોડ રૂપિયાથી વધુનું કદ ધરાવે છે અને આ શેર BSE 200 ઇન્ડેક્સનો એક મહત્વનો ભાગ છે. આ શેરની ફેસ વેલ્યૂ 2 રૂપિયા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શેરમાં નરમાશ જોવા મળી છે. છેલ્લા 6 મહિનામાં શેરની કિંમત 24 ટકા અને છેલ્લા 3 મહિનામાં 9 ટકા નીચે આવી છે.

એકંદરે, હિન્દુસ્તાન ઝિંકના એપ્રિલ-જૂન 2026 ના પરિણામો દર્શાવે છે કે કંપનીએ પોતાની પ્રોડક્શન કોસ્ટ ઘટાડીને ઓલ-ટાઇમ હાઇ રેવેન્યુ અને રેકોર્ડ બ્રેક નફો મેળવ્યો છે, જે લોંગ ટર્મ માટે કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ દર્શાવે છે.

આ પણ વાંચો- Stock Market Today: શેરબજારમાં દિવસના તળિયેથી 600 પોઈન્ટની શાનદાર રિકવરી, જાણો બજારમાં કડાકા અને ઉછાળાના મુખ્ય કારણો

ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Jul 24, 2026 3:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.