IIP Growth: જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.3%નો જંગી ઉછાળો, મેન્યુફેક્ચરિંગ અને પાવર સેક્ટરમાં જોરદાર તેજી | Moneycontrol Gujarati
Get App

IIP Growth: જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.3%નો જંગી ઉછાળો, મેન્યુફેક્ચરિંગ અને પાવર સેક્ટરમાં જોરદાર તેજી

જૂન 2026માં ભારતનો IIP ગ્રોથ 7.3% નોંધાયો છે. મેન્યુફેક્ચરિંગ અને પાવર સેક્ટરે સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે જ સરકારે IIP ની ગણતરીની રીતમાં પણ મોટો ફેરફાર કર્યો છે. જાણો સંપૂર્ણ રિપોર્ટ.

અપડેટેડ 05:14:06 PM Jul 28, 2026 પર
Story continues below Advertisement
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, જૂન મહિના માટે IIPનો ક્વિક એસ્ટીમેટ 123.1 રહ્યો છે. જ્યારે ગયા વર્ષે જૂન મહિનામાં આ ઇન્ડેક્સ માત્ર 114.7 પર હતો.

IIP Growth : ભારતીય અર્થવ્યવસ્થા માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જૂન 2026 માં દેશના ઔદ્યોગિક ઉત્પાદનએ જબરદસ્ત રફતાર પકડી છે. દેશનો IIP ગ્રોથ વધીને 7.3% પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગત મે મહિનામાં આ આંકડો 5.1% હતો, જેની સરખામણીમાં જૂન મહિનામાં ઘણો જ સારો સુધારો જોવા મળ્યો છે.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, જૂન મહિના માટે IIPનો ક્વિક એસ્ટીમેટ 123.1 રહ્યો છે. જ્યારે ગયા વર્ષે જૂન મહિનામાં આ ઇન્ડેક્સ માત્ર 114.7 પર હતો.

ચારેય મુખ્ય સેક્ટરમાં પોઝિટિવ ગ્રોથ

જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનના ચારેય મોટા સેક્ટરમાં સકારાત્મક કામગીરી જોવા મળી છે.

વીજળી અને ગેસ સપ્લાય: આ સેક્ટર 10.6% ના ગ્રોથ સાથે સૌથી આગળ રહ્યું છે.


મેન્યુફેક્ચરિંગ: આ સેક્ટરમાં 7.8% નો મજબૂત વધારો નોંધાયો છે.

વોટર સપ્લાય અને વેસ્ટ મેનેજમેન્ટ: આ સેક્ટરમાં 6.1% ની વૃદ્ધિ થઈ છે.

માઇનિંગ : આ સેક્ટરમાં 1% નો વધારો જોવા મળ્યો છે.

કયા ઉદ્યોગોએ સૌથી શાનદાર પ્રદર્શન કર્યું?

મેન્યુફેક્ચરિંગ સેક્ટરના 23 માંથી 19 ઇન્ડસ્ટ્રી ગ્રુપમાં વાર્ષિક ધોરણે સારો એવો વધારો જોવા મળ્યો છે.

ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટર: આ સેક્ટરે 34% ના અધધ ઉછાળા સાથે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને સ્વિચગિયર, સર્કિટ બ્રેકર, UPS, સોલિડ-સ્ટેટ ડ્રાઇવ અને ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટરની માંગ વધવાથી આ તેજી આવી છે.

ઓટોમોબાઈલ સેક્ટર: મોટર વ્હીકલ, ટ્રેલર અને સેમી-ટ્રેલર સેક્ટરમાં 17.5% નો વધારો થયો છે. પેસેન્જર કાર, કોમર્શિયલ વાહનો અને ઓટો પાર્ટ્સની માંગ વધવાથી આ સેક્ટરને ટેકો મળ્યો છે.

ફૂડ પ્રોડક્ટ્સ: ચા, નોન-બાસમતી ચોખા અને સ્ટાર્ચના સારા ઉત્પાદનને કારણે આ સેક્ટર પણ 10.8% વધ્યું છે.

કેપિટલ ગુડ્સમાં સૌથી વધુ ઉછાળો

ઉત્પાદનોના વપરાશના આધારે જોઈએ તો, કેપિટલ ગુડ્સમાં સૌથી વધુ 14.2% નો ગ્રોથ નોંધાયો છે. આ ઉપરાંત ઇન્ટરમીડિયેટ ગુડ્સ 9.3%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 7.7% અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ગુડ્સમાં 7.5% નો વધારો થયો છે. જ્યારે પ્રાઇમરી ગુડ્સ અને કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સ બંનેમાં 4.9% ની વૃદ્ધિ થઈ છે. એકંદરે ઇન્ટરમીડિયેટ, પ્રાઇમરી અને કેપિટલ ગુડ્સે IIP ગ્રોથમાં સૌથી મોટો ફાળો આપ્યો છે.

સરકારે IIPની ગણતરીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

આંકડા મંત્રાલયે 2022-23 ને બેઝ યર માનીને નવી IIP સિરીઝમાં એક બહુ મોટો અને મહત્વનો ફેરફાર કર્યો છે.

અત્યાર સુધી ગણતરી માટે WPIનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે તેની જગ્યાએ આઉટપુટ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવશે. આ નવો નિયમ IIP બાસ્કેટની 463 માંથી 234 આઇટમ્સ પર લાગુ થશે, જેનો કુલ હિસ્સો 36.02% જેટલો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, Output PPI વસ્તુઓની કિંમતનો વધુ સચોટ અંદાજ આપે છે. આ નવા ફેરફારથી મૂલ્ય આધારિત ઉત્પાદનોના સાચા ઉત્પાદનનો યોગ્ય અંદાજ લગાવી શકાશે અને ભારતની ઔદ્યોગિક ગણતરીની સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ધોરણોની વધુ નજીક પહોંચી જશે.

આ પણ વાંચો-EPFO Big Update: PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થવાનું શરૂ, આ રીતે ફટાફટ ચેક કરો તમારું બેલેન્સ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 28, 2026 5:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.