Indian Economy Q3 Growth: ભારતીય અર્થવ્યવસ્થાની જોરદાર રફતાર, ડિસેમ્બર ક્વાર્ટરમાં નવી GDP સિરીઝ મુજબ ગ્રોથ 7.8% રહ્યો | Moneycontrol Gujarati
Get App

Indian Economy Q3 Growth: ભારતીય અર્થવ્યવસ્થાની જોરદાર રફતાર, ડિસેમ્બર ક્વાર્ટરમાં નવી GDP સિરીઝ મુજબ ગ્રોથ 7.8% રહ્યો

ભારતની નવી GDP સિરીઝ મુજબ ડિસેમ્બર ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાનો ગ્રોથ 7.8% રહ્યો છે. સરકારે નાણાકીય વર્ષ માટે રિયલ અને નોમિનલ GDP ગ્રોથના આંકડા પણ સુધાર્યા છે. જાણો સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 05:59:00 PM Feb 27, 2026 પર
Story continues below Advertisement
ડિસેમ્બર ક્વાર્ટરના શાનદાર આંકડા બતાવે છે કે આ વર્ષે દેશના ગ્રોથની રફતાર એકદમ મજબૂત રહેશે.

Indian Economy Q3 Growth: ભારતીય અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. આંકડા મંત્રાલય દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ GDP ના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલી નવી GDP સિરીઝ પ્રમાણે, ડિસેમ્બર ક્વાર્ટરમાં (ત્રીજા ક્વાર્ટર અથવા Q3) ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ 7.8 ટકા નોંધાયો છે.

સરકારે આ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના GDP ગ્રોથના અનુમાનમાં પણ મોટા ફેરફારો કર્યા છે. નવા સંશોધિત આંકડાઓ પ્રમાણે, આ વર્ષે રિયલ GDP ગ્રોથ 7.6 ટકા અને નોમિનલ GDP ગ્રોથ 8.6 ટકા રહી શકે છે. નોંધનીય છે કે, અગાઉ સરકારે 2011-12 ના બેઝ યરના આધારે આ ગ્રોથ 7.4 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. નવા અનુમાનો પહેલા કરતા વધુ સારા છે.

જૂના વર્ષોના આંકડાઓમાં પણ થયો મોટો સુધારો

સરકારે માત્ર ચાલુ વર્ષના જ નહીં, પરંતુ અગાઉના વર્ષોના ગ્રોથના આંકડા પણ અપડેટ કર્યા છે

નાણાકીય વર્ષ 2024-25 (FY25) નો ગ્રોથ 6.5 ટકાથી વધારીને હવે 7.1 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24 (FY24) નો ગ્રોથ સુધારીને 7.2 ટકા કરાયો છે, જે જૂની સિરીઝના આંકડાઓમાં 9.2 ટકા હતો.


FY26 માં GDP ગ્રોથ મજબૂત રહેવાની આશા છે.

ડિસેમ્બર ક્વાર્ટરના શાનદાર આંકડા બતાવે છે કે આ વર્ષે દેશના ગ્રોથની રફતાર એકદમ મજબૂત રહેશે. સરકારે આ નાણાકીય વર્ષના પહેલા છ મહિના (પ્રથમ અને દ્વિતીય ક્વાર્ટર) ના આંકડાઓ પણ બદલ્યા છે. અગાઉ પ્રથમ ક્વાર્ટર (Q1) નો ગ્રોથ 7.8 ટકા માનવામાં આવતો હતો, જે સુધારીને 6.7 ટકા કરાયો છે. જ્યારે બીજા ક્વાર્ટર (Q2) નો ગ્રોથ 8.2 ટકાથી સુધારીને 8.4 ટકા કરવામાં આવ્યો છે.

નવી GDP સિરીઝમાં શું નવું છે?

તમને થતું હશે કે આ નવી સિરીઝ છે શું? સંશોધિત GDP ફ્રેમવર્કમાં હવે કંપનીઓના એક વિશાળ ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી ઘણા નવા બિઝનેસ યુનિટ્સ પણ હવે આમાં કવર થઈ ગયા છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, નવી પદ્ધતિમાં અત્યાધુનિક એસ્ટિમેશન ટેકનિકનો ઉપયોગ થયો છે. જેમાં ખાસ કરીને ડબલ ડિફ્લેશનઅને રિફાઇન્ડ એક્સ્ટ્રાપોલેશન જેવી પદ્ધતિઓ સામેલ છે. આ નવી સિસ્ટમથી અલગ-અલગ સેક્ટર્સમાં થતી આર્થિક ગતિવિધિઓનું એકદમ સાચું અને સચોટ ચિત્ર દેશની સામે આવશે.

આ પણ વાંચો-ભારતના અમીરોને કેમ નથી ગમી રહ્યો પોતાનો જ દેશ? 3500 કરોડપતિઓએ છોડ્યું ભારત, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 27, 2026 5:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.