GDP Growth: ભારતીય અર્થતંત્રએ ફરી એકવાર પોતાની મજબૂતી સાબિત કરતા દુનિયાને ચોંકાવી દીધી છે. 5 જૂનની સાંજે સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રી દ્વારા દેશના જીડીપી અંગેના લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યા છે.
GDP Growth: ભારતીય અર્થતંત્રએ ફરી એકવાર પોતાની મજબૂતી સાબિત કરતા દુનિયાને ચોંકાવી દીધી છે. 5 જૂનની સાંજે સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રી દ્વારા દેશના જીડીપી અંગેના લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યા છે.
જાહેર કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી ગ્રોથ 7.7 ટકા નોંધાયો છે. સૌથી મોટી વાત એ છે કે આ ગ્રોથ અગાઉના અનુમાન કરતા વધારે છે. અગાઉ બીજા એડવાન્સ એસ્ટિમેટમાં દેશનો ગ્રોથ 7.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલાના નાણાકીય વર્ષ 2024-25 માં દેશનો રિયલ જીડીપી ગ્રોથ 7.1 ટકા રહ્યો હતો.
ચોથા ક્વાર્ટરમાં કેવી રહી અર્થતંત્રની ચાલ?
નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરના આંકડા પણ સંતોષજનક રહ્યા છે.ચોથા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.8 ટકા નોંધાયો છે.જોકે, ત્રીજા ક્વાર્ટરમાં આ આંકડો 8 ટકા હતો.
ગ્રોથમાં સામાન્ય ઘટાડાનું કારણ શું?
ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં ચોથા ક્વાર્ટરમાં ગ્રોથ રેટમાં જે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, તેની પાછળનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ધીમી પડેલી રફ્તાર છે. ડેટા મુજબ, મેન્યુફેક્ચરિંગ ગ્રોથ જે ત્રીજા ક્વાર્ટરમાં 12.8 ટકા જેટલો ઊંચો હતો, તે ચોથા ક્વાર્ટરમાં ઘટીને 7.3 ટકા થઈ ગયો હતો.
રિઝર્વ બેંકનું નવું અનુમાન શું કહે છે?
જીડીપીના આંકડા આવ્યા તે જ દિવસે એટલે કે 5 જૂનના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસીની બેઠક પણ યોજાઈ હતી. સેન્ટ્રલ બેંકે અર્થતંત્રની આગામી ચાલ અંગે પોતાનું અનુમાન રજૂ કર્યું છે.
RBI ના મતે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ 110 બેસિસ પોઈન્ટ ઘટીને 6.6 ટકા રહી શકે છે. સેન્ટ્રલ બેંકે ગ્રોથના અનુમાનમાં ઘટાડો કરતા જણાવ્યું છે કે, હાલમાં વૈશ્વિક સ્તરે માહોલ પ્રતિકૂળ છે. વિદેશી બજારોની આ નબળી સ્થિતિ અને ગ્લોબલ ચેલેન્જિસની સીધી અસર ભારતની આર્થિક ગતિવિધિઓ પર પડી રહી છે, જેના પરિણામે ભવિષ્યમાં જીડીપી ગ્રોથમાં થોડી કમી આવી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.