મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મિશ્ર વલણ રહ્યું. Nifty Midcap Index લગભગ 0.3% ઘટીને બંધ થયો, જ્યારે Nifty Smallcap Index લગભગ સ્થિર રહ્યો.
Market Outlook : RBI ની મોનેટરી પોલિસી બાદ 5 જૂનના રોજ ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો, પરંતુ અંતે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ગિરાવટ સાથે બંધ થયા. હવે રોકાણકારોની નજર 6 જૂનના ટ્રેડિંગ સેશન પર છે. બજાર નિષ્ણાતોના મતે, આગામી સેશનમાં કેટલાક ચોક્કસ સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે.
કારોબારના અંતે સેન્સેક્સ 116.67 પોઇન્ટ અથવા 0.16% ઘટીને 74,243.34 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 49.85 પોઇન્ટ અથવા 0.21% તૂટીને 23,366.70 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન લગભગ 1966 શેરોમાં તેજી રહી, 2049 શેરોમાં ઘટાડો નોંધાયો અને 197 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. RBI ની મોનેટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો હતો અને પોતાનો ન્યુટ્રલ સ્ટાન્સ પણ જાળવી રાખ્યો હતો. બજારે આ નિર્ણયને મોટાભાગે અપેક્ષા મુજબ જ માન્યો, પરંતુ ત્યારબાદ અલગ-અલગ સેક્ટરમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી.
બ્રોડર માર્કેટમાં કેવો રહ્યો માહોલ?
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મિશ્ર વલણ રહ્યું. Nifty Midcap Index લગભગ 0.3% ઘટીને બંધ થયો, જ્યારે Nifty Smallcap Index લગભગ સ્થિર રહ્યો.
8 જૂન માટે Nifty Outlook
SBI Securitiesના ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ્સ રિસર્ચ હેડ સુદીપ શાહના જણાવ્યાપ્રમાણે,,,23,230–23,200 નો ઝોન નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ છે. જો નિફ્ટી 23,200 ની નીચે જાય, તો તે 23,050 સુધી સરકી શકે ઉપરની તરફ 23,530–23,550 નો ઝોન તાત્કાલિક રેઝિસ્ટન્સ છે. જો નિફ્ટી સતત 23,550 થી ઉપર ટકે, તો નવી તેજી સાથે 23,700 સુધી જવાની શક્યતા છે.
Geojit Investments ના હેડ ઓફ રિસર્ચ વિનોદ નાયરના કહેવા પ્રમાણે, સ્થાનિક શેરબજાર મોટા ફેરફાર વિના બંધ થયું. મોનેટરી પોલિસીનું પરિણામ અપેક્ષા મુજબ રહ્યું. RBI ગવર્નરે જાહેર કરેલા સપોર્ટિવ પગલાંને કારણે રૂપિયામાં મજબૂતી આવી છે. જોકે ગ્રોથ અંદાજમાં ઘટાડો અને મોંઘવારી પર સંતુલિત અભિગમને કારણે રોકાણકારોએ નફાવસૂલી કરી. તેમનું માનવું છે કે રૂપિયામાં આવેલી મજબૂતી નજીકના સમયમાં બજારના સેન્ટિમેન્ટને મદદ કરી શકે છે, પરંતુ મોંઘવારી અને બોન્ડ યીલ્ડનો દબાણ આગળ રોકાણના પ્રવાહ પર અસર કરી શકે છે.
Kotak Securities ના VP ટેક્નિકલ રિસર્ચ અમોલ અઠાવલેએ જણાવ્યું કે,,, ગયા અઠવાડિયામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ મર્યાદિત દાયરામાં જ હલચલ કરતા રહ્યા. વીકલી આધાર પર નિફ્ટી 0.75% ની ગિરાવટ સાથે બંધ થયો, જ્યારે સેન્સેક્સમાં 525 પોઇન્ટનો ઘટાડો નોંધાયો.
તેમણે જણાવ્યું કે,,,મીડિયા ઇન્ડેક્સે અઠવાડિયામાં 6.72% નો શ્રેષ્ઠ દેખાવ કર્યો. કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં 3.67% નો સૌથી મોટો ઘટાડો રહ્યો અને નિફ્ટીએ 23,200 આસપાસ સપોર્ટ લીધો અને ત્યાંથી થોડી રિકવરી બતાવી ટેક્નિકલ રીતે વીકલી ચાર્ટ પર બેરિશ કેન્ડલ બની છે અને ઇન્ડેક્સ હજી પણ શોર્ટ-ટર્મ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે, જે નેગેટિવ સંકેત માનવામાં આવે છે.
અમોલ અઠાવલે મુજબ,,, 23,200 ટ્રેડર્સ માટે મહત્વનો સપોર્ટ ઝોન છે. આ લેવલ ઉપર બજાર રહ્યું તો પુલબેક ચાલુ રહી શકે. ઉપરની તરફ નિફ્ટી 20 અને 50-ડે SMA એટલે કે આશરે 23,700 સુધી પાછો જઈ શકે. ત્યારબાદ 23,900–24,000 નો ઝોન પણ જોવા મળી શકે. જો 23,200 તૂટે તો બજાર 23,000–22,900 સુધી સરકી શકે છે.
LKP Securities ના સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ રૂપક ડેના કહેવા મુજબ, RBI પોલિસીના પ્રભાવ વચ્ચે ઇન્ડેક્સ હાલ ચોક્કસ રેન્જમાં હલચલ કરી રહ્યો છે. માર્કેટ સેન્ટિમેન્ટ હજુ નબળું છે અને ઇન્ડેક્સ મહત્વના મૂવિંગ એવરેજથી નીચે છે. RSI પણ નબળો છે, જે પોઝિટિવ મોમેન્ટમના અભાવને દર્શાવે છે.તેમના અનુસાર,,ટૂંકા ગાળામાં નિફ્ટી 23,300–23,500 ની રેન્જમાં કન્સોલિડેટ થઈ શકે, જો 23,500 પાર કરે તો 25,700 અને તેનાથી ઉપરની રેલી શક્ય છે. જો 23,300 ની નીચે જાય તો તીવ્ર ઘટાડો આવી શકે.
બેન્ક નિફ્ટી આઉટલુક
SBI Securitiesના સુદીપ શાહે બેન્ક નિફ્ટી વિશે કહ્યું કે, ઇન્ડેક્સમાં ભારે ઇન્ટ્રાડે હલચલ રહી અને તે આશરે 740 પોઇન્ટની રેન્જમાં ટ્રેડ થયો. ડેઇલી ચાર્ટ પર બંને બાજુ શેડો સાથે હાઇ-વેવ કેન્ડલ બની છે, જે હાલની અનિશ્ચિતતા દર્શાવે છે. સાથે જ મહત્વની વાત એ છે કે બેન્ક નિફ્ટીસતત ચોથા સેશનમાં તેજી સાથે બંધ થયો અને તેમાં 0.35% નો વધારો નોંધાયો, જે નીચલા લેવલ પર ખરીદી આવી રહી હોવાનો સંકેત આપે છે. મહત્વના લેવલ્સની વાત કરીએ તો, 54,100–54,000 નો ઝોન તાત્કાલિક સપોર્ટ અને 55,000–55,100 નો ઝોન મહત્વનો રેઝિસ્ટન્સ છે. જો 55,100 થી ઉપર ટકે તો 55,400 તરફ શોર્ટ કવરિંગ રેલી આવી શકે.
અમોલ અઠાવલેનું કહેવું છે કે સારા રિવર્સલ પેટર્ન બાદ બેન્ક નિફ્ટી50 અને 20-ડે SMA આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નજીકના સમયમાં પોઝિશનલ ટ્રેડર્સ માટે 54,000 અને 53,500 મહત્વના સપોર્ટ લેવલ રહેશે. તેમના મત મુજબ,, 54,000 અને 53,500 ઉપર ઇન્ડેક્સ ટક્યો તો 55,500–56,000 તરફ જઈ શકે. 53,500 ની નીચે જતાં અપટ્રેન્ડ નબળો પડી શકે છે. આ લેવલ તૂટે તો ટ્રેડર્સ લાંબી પોઝિશનમાંથી બહાર નીકળવાનું પસંદ કરી શકે
LKP Securities ના ટેક્નિકલ એનાલિસ્ટ વત્સલ ભુવાએ જણાવ્યું કે, બેન્ક નિફ્ટીમાં 54,200 આસપાસ ખરીદી જોવા મળી અને ઇન્ડેક્સ 20-ડે મૂવિંગ એવરેજ ઉપર બંધ થવામાં સફળ રહ્યો. આ નીચલા સ્તરે સપોર્ટ બતાવે છે.
54,800–55,000 નો ઝોન હજી પણ મજબૂત રેઝિસ્ટન્સ છે. આ વિસ્તારમાં વારંવાર વેચવાલી જોવા મળી રહી છે,.તેથી બેન્ક નિફ્ટીહાલ કન્સોલિડેશન અને કન્જેશન ઝોનમાં છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.