Nvidiaના CEO જેનસેન હુઆંગનો ભારત પ્રવાસ રદ, દિલ્હીમાં યોજાનારી AI Impact Summitમાં હવે નહીં લે ભાગ, જાણો શું છે કારણ | Moneycontrol Gujarati
Get App

Nvidiaના CEO જેનસેન હુઆંગનો ભારત પ્રવાસ રદ, દિલ્હીમાં યોજાનારી AI Impact Summitમાં હવે નહીં લે ભાગ, જાણો શું છે કારણ

Nvidia CEO: દુનિયાની દિગ્ગજ ચિપ કંપની Nvidia ના CEO જેનસેન હુઆંગ હવે India AI Impact Summit માટે ભારત નથી આવી રહ્યા. અચાનક મુલાકાત રદ થવાનું કારણ અને દિલ્હીની હોટલોના આસમાને પહોંચેલા ભાવ વિશે જાણો અહીં.

અપડેટેડ 11:58:12 AM Feb 15, 2026 પર
Story continues below Advertisement
India AI Impact Summit: માર્કેટ કેપના હિસાબે દુનિયાની સૌથી મોટી ગણાતી ટેક કંપની એનવિકડિયા (Nvidia)ના સીઈઓ જેનસેન હુઆંગ (Jensen Huang) ભારત આવવાના હતા, પરંતુ હવે તેમના આ પ્લાન પર પાણી ફરી વળ્યું છે.

India AI Impact Summit: માર્કેટ કેપના હિસાબે દુનિયાની સૌથી મોટી ગણાતી ટેક કંપની એનવિકડિયા (Nvidia)ના સીઈઓ જેનસેન હુઆંગ (Jensen Huang) ભારત આવવાના હતા, પરંતુ હવે તેમના આ પ્લાન પર પાણી ફરી વળ્યું છે. તેઓ આવતા અઠવાડિયે દિલ્હીમાં યોજાનારી ‘ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ' (India AI Impact Summit)માં હાજરી આપવાના હતા. જોકે, હવે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આવી શકશે નહીં.

કેમ અચાનક રદ થયો પ્રવાસ?

જેનસેન હુઆંગ મીડિયા સાથે વાતચીત કરવાના હતા, પરંતુ કંપનીએ શનિવારે એક ઈમેલ દ્વારા જાણ કરી હતી કે ‘અણધાર્યા સંજોગો' (Unforeseen circumstances)ને કારણે જેનસેન ભારતની મુલાકાત લઈ શકે તેમ નથી. જોકે, આ સંજોગો શું છે તે અંગે કંપનીએ કોઈ ફોડ પાડ્યો નથી.

ભલે જેનસેન હુઆંગ ન આવી રહ્યા હોય, પરંતુ Nvidia એ ખાતરી આપી છે કે તેઓ ભારતના એઆઈ (AI) ઈકોસિસ્ટમને સપોર્ટ કરવા માટે કટિબદ્ધ છે. હવે જેનસેનની જગ્યાએ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ જય પુરી અને તેમની એક સીનિયર ટીમ આ સમિટમાં હાજરી આપશે. આ ટીમ ભારતના રિસર્ચર્સ, સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સ સાથે મુલાકાત કરશે અને દેશના એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ કરશે.

વડાપ્રધાન મોદી કરશે સમિટનું ઉદ્ઘાટન


તમને જણાવી દઈએ કે, આ હાઈ-પ્રોફાઈલ સમિટ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 16થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની છે. તેનું ઉદ્ઘાટન ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ એક્સપોમાં 400થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં ગૂગલ (Google), ઓપનએઆઈ (OpenAI) અને Nvidia જેવી ટોચની કંપનીઓ સામેલ છે. આ સમિટને ત્રણ મુખ્ય આધારસ્તંભો - લોકો (People), ગ્રહ (Planet) અને પ્રગતિ (Progress) પર ડિઝાઈન કરવામાં આવી છે.

દિલ્હીની હોટલોના ભાવ આસમાને

એક તરફ Nvidiaના સીઈઓનું આવવાનું રદ થયું છે, તો બીજી તરફ આ સમિટને કારણે દિલ્હીમાં હોટલોના ભાડામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગૂગલના સુંદર પિચાઈ અને ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજોના આવવાની ચર્ચાને કારણે હોટલો પેક થઈ ગઈ છે.

એક રિપોર્ટ મુજબ, નવી દિલ્હીની તાજ પેલેસ હોટલના ‘ગાર્ડન લક્ઝરી સ્યૂટ'નું ભાડું ટેક્સ સાથે એક રાતનું લગભગ 32 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નવાઈની વાત એ છે કે, આ જ રૂમ વેલેન્ટાઈન્સ ડે (14 ફેબ્રુઆરી) ના દિવસે માત્ર 2 લાખ રૂપિયામાં મળતો હતો. એટલે કે સમિટને કારણે કિંમતોમાં સીધો 1500% જેટલો તોતિંગ વધારો થયો છે. આમ, ભલે જેનસેન હુઆંગ ન આવી રહ્યા હોય, પરંતુ દિલ્હીમાં આ મેગા ઈવેન્ટનો માહોલ બરાબર જામ્યો છે.

આ પણ વાંચો- રશિયન તેલ પર અમેરિકાના દબાણ સામે જયશંકરનો કડક જવાબ: ‘ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે'

MoneyControl News

MoneyControl News

First Published: Feb 15, 2026 11:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.