રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આ વર્ષે પણ રેપો રેટમાં કોઈ ઘટાડો કરશે નહીં. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન સી.એસ. શેટ્ટીએ કહ્યું છે કે ખાદ્ય ફુગાવાના મોરચે અનિશ્ચિતતાને જોતા RBI સંભવતઃ રેપો રેટમાં ઘટાડો નહીં કરે. યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ રજૂ થનારી નાણાકીય નીતિ સમીક્ષામાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જો આવું થશે, તો તે ચાર વર્ષથી વધુ સમયમાં પ્રથમ વખત બનશે. એવું માનવામાં આવે છે કે અન્ય દેશોની સેન્ટ્રલ બેન્કો પણ ફેડરલ રિઝર્વને ધ્યાનમાં રાખીને વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.