ટાટા મોટર્સની સહયોગી કંપની જગુઆર લેન્ડ રોવર (JLR)એ ટેરિફ માળખામાં ફેરફારને કારણે બ્રિટનમાં આવેલા તેના ઉત્પાદન પ્લાન્ટ્સમાંથી અમેરિકા તરફની વ્હીકલનું એક્સપોર્ટ રોકી દીધું છે. JLRના પ્રવક્તાએ જણાવ્યું કે અમેરિકા તેમના લક્ઝરી બ્રાન્ડ્સ માટે મહત્ત્વનું બજાર છે અને તેઓ તેમના વેપારી ભાગીદારો સાથે નવી વેપારી શરતો પર કામ કરી રહ્યા છે. કંપનીએ ટૂંકા ગાળાના પગલાંરૂપે એપ્રિલ મહિનામાં એક્સપોર્ટની ખેપ રોકી દીધી છે અને મધ્યમથી લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરી રહી છે.