Tobacco Tax Hike: 1 ફેબ્રુઆરીથી સિગારેટ, તમાકુ અને પાન મસાલા ખાવા મોંઘા પડશે. સરકારે GST વધારીને 40% કર્યો છે અને નવો હેલ્થ સેસ તથા એક્સાઈઝ ડ્યુટી લાગુ કરી છે. જાણો આ નવા ટેક્સ માળખા વિશે અને તમારા ખિસ્સા પર તેની શું અસર થશે.
ક્સ ચોરી રોકવા કેપેસિટી બેઝડ સિસ્ટમ સરકારે ટેક્સ ચોરી અટકાવવા માટે મશીનોની ઉત્પાદન ક્ષમતા પર ટેક્સ વસૂલવાનું નક્કી કર્યું છે.
Tobacco Tax Hike: જો તમે સિગારેટ, પાન મસાલા કે તમાકુનું સેવન કરો છો, તો 1 ફેબ્રુઆરીથી તમારે વધારે રૂપિયા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. કેન્દ્ર સરકાર તમાકુ અને પાન મસાલા ઉત્પાદનો પર નવું ટેક્સ માળખું લાગુ કરવા જઈ રહી છે. આ નવા નિયમો હેઠળ હવે આ પ્રોડક્ટ્સ પર GST ઉપરાંત વધારાની એક્સાઈઝ ડ્યુટી અને હેલ્થ સેસ પણ વસૂલવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી સિન ગુડ્સ પર હાલ લાગતો કમ્પેન્સેશન સેસ નાબૂદ થશે અને તેની જગ્યાએ કડક ટેક્સ સિસ્ટમ આવશે.
શું છે નવો ટેક્સ નિયમ?
ડિસેમ્બર 2025 માં મંજૂર થયેલા કાયદા મુજબ, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પર હવે 28% ની જગ્યાએ સીધો 40% GST લાગુ થશે. જોકે, બીડી પર રાહત યથાવત રાખતા તેના પર પહેલાની જેમ 18% GST જ લાગશે. આ ઉપરાંત તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઈઝ ડ્યુટી લાગશે. તેમજ પાન મસાલા પર હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ લાગુ થશે.
ભાવ કેમ વધશે?
હાલમાં ભારતમાં સિગારેટ પર કુલ ટેક્સ લગભગ 53% છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ની ભલામણ છે કે ધૂમ્રપાનને રોકવા માટે આ ટેક્સ ઓછામાં ઓછો 75% હોવો જોઈએ. ભારતમાં અંદાજે 10 કરોડ લોકો ધૂમ્રપાન કરે છે, તેથી સ્વાસ્થ્ય અને રેવન્યુ બંનેને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્સ વધારવાનો નિર્ણય લીધો છે. 40% GST અને વધારાની ડ્યુટીને કારણે કંપનીઓનો ખર્ચ વધશે, જેનો સીધો બોજ ગ્રાહકોના ખિસ્સા પર આવશે.
ટેક્સ ચોરી રોકવા કેપેસિટી બેઝડ સિસ્ટમ સરકારે ટેક્સ ચોરી અટકાવવા માટે મશીનોની ઉત્પાદન ક્ષમતા પર ટેક્સ વસૂલવાનું નક્કી કર્યું છે. પહેલા ઉત્પાદનના આંકડા પર ટેક્સ લાગતો હતો, હવે મશીનની સ્પીડ અને ક્ષમતા પર ટેક્સ લાગશે. જો કોઈ ઉત્પાદક 1 ફેબ્રુઆરી પછી મશીન રજિસ્ટર કરે અને મહિનાની 10 તારીખે ઉત્પાદન શરૂ કરે, તો પણ તેને આખા મહિનાની ડ્યુટી ચૂકવવી પડશે.
ઉદાહરણ તરીકે, જો કોઈ મશીન પ્રતિ મિનિટ 500 પાઉચ બનાવે છે અને પાઉચની કિંમત ₹2 છે, તો તેના પર મશીન દીઠ મહિને ₹0.83 Crore ની ડ્યુટી લાગી શકે છે.
સરકારનો ઉદ્દેશ્ય શું છે?
આ નિર્ણય પાછળ સરકારના બે મુખ્ય ઉદ્દેશ્યો છે. મોંઘા ઉત્પાદનો થવાથી યુવાનો અને ઓછી આવક ધરાવતા વર્ગમાં તેનું સેવન ઘટશે. ટેક્સનું માળખું સરળ બનાવીને અને ચોરી રોકીને સરકારની આવક સુરક્ષિત કરવામાં આવશે.