RBI વધારશે વ્યાજ દર? El Nino અને ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે Zerodhaના નિતિન કામતની મોટી ચેતવણી
શું RBI વ્યાજ દરોમાં વધારો કરશે? ઝેરોધાના સીઈઓ નિતિન કામતે વર્ષ 2026 માટે ‘મોટી આફત’ની આશંકા વ્યક્ત કરી છે. નબળો ચોમાસું અને વધતા ક્રૂડ ઓઈલના ભાવ ભારત માટે કેવી મુશ્કેલી ઉભી કરી શકે છે, જાણો અહીં.
નિતિન કામતે વર્ષ 2026 ને આર્થિક દૃષ્ટિએ અત્યંત જોખમી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો નબળા ચોમાસાની સાથે અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે તેલની કિંમતો સતત ઊંચી રહેશે.
ભારતીય અર્થતંત્ર માટે આવનારો સમય પડકારજનક સાબિત થઈ શકે છે. છેલ્લા એક વર્ષથી મોંઘવારી અને આર્થિક સુસ્તી વચ્ચે સંતુલન જાળવી રહેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે કડક નિર્ણય લેવા મજબૂર બની શકે છે. જાણીતી બ્રોકરેજ ફર્મ ઝેરોધાના કો-ફાઉન્ડર અને સીઈઓ નિતિન કામતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
2026: 'જ્યારે મુસીબત આવે છે ત્યારે ચારે બાજુથી આવે છે'
નિતિન કામતે વર્ષ 2026 ને આર્થિક દૃષ્ટિએ અત્યંત જોખમી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો નબળા ચોમાસાની સાથે અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે તેલની કિંમતો સતત ઊંચી રહેશે, તો ભારતે મોંઘવારીના અત્યંત કઠિન તબક્કામાંથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં RBI પાસે વ્યાજ દરો વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.
El Nino અને ખેતી પર ખતરો
કામતના જણાવ્યા અનુસાર, પેસિફિક મહાસાગર ગરમ થવાને કારણે સર્જાતી 'અલ નીનો' (El Nino) ની સ્થિતિ ભારતીય ચોમાસાને નબળું પાડી શકે છે.
વરસાદમાં ઘટાડો: હવામાન વિભાગના અંદાજ મુજબ આ વર્ષે વરસાદ સામાન્ય કરતા 6% ઓછો રહી શકે છે.
ખેડૂતોની નિર્ભરતા: ભારતની 70% ખેતી ચોમાસા પર આધારિત છે અને આશરે 60% ખેડૂતો હજુ પણ સિંચાઈ માટે સીધા વરસાદ પર નિર્ભર છે.
મોંઘવારીનો માર: ઇતિહાસ સાક્ષી છે કે 1951 પછી જ્યારે પણ અલ નીનો સક્રિય થયો છે, ત્યારે 60% વર્ષોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. આનાથી ચોખા, દાળ, ખાંડ અને શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થશે, જે સીધી રીતે ફૂડ
ઇન્ફ્લેશન વધારશે.
ક્રૂડ ઓઈલ અને ઈરાન-અમેરિકા તણાવ
એક તરફ કુદરતની માર છે તો બીજી તરફ ભૌગોલિક-રાજકીય તણાવ મુશ્કેલી વધારી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ગ્લોબલ એનર્જી માર્કેટ દબાણમાં છે.
હોર્મુઝ જળડમરુમધ્યનું સંકટ: આ રસ્તો દુનિયાના 20% તેલ અને 20% LNG ના સપ્લાય માટે મહત્વનો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે આ માર્ગ પ્રભાવિત થયો છે.
ભારત પર અસર: ભારત તેની જરૂરિયાતનું 80-90% ક્રૂડ ઓઈલ આયાત કરે છે. એપ્રિલમાં તેલના ભાવ પ્રતિ બેરલ $114 અને મે મહિનામાં $106 ની આસપાસ રહ્યા છે, જે ભારતના કમ્ફર્ટ ઝોનથી ઘણા ઉપર છે. મોંઘા તેલને કારણે
ટ્રાન્સપોર્ટ અને ખેતીનો ખર્ચ વધશે.
RBI સામેની ધર્મસંકટ જેવી સ્થિતિ
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે મોંઘા તેલ અને નબળા ચોમાસાનું મિશ્રણ અર્થતંત્ર માટે સૌથી ખરાબ સ્થિતિ છે. આનાથી એક તરફ વિકાસની ગતિ ધીમી પડે છે અને બીજી તરફ મોંઘવારી આસમાને પહોંચે છે.
2026 is turning out to be a case of when it rains, it pours.
Every few years, the Pacific Ocean warms up abnormally, and that phenomenon is called El Niño. When it happens, India's monsoon weakens. This year, it looks like a super El Niño is developing, and the IMD is already… pic.twitter.com/pBE3g8iOpd