કચ્છના ખાવડામાં અદાણીનો કમાલ: 5000 કરોડના ખર્ચે બનાવ્યો દેશનો સૌથી મોટો અને દુનિયાનો બીજો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્લાન્ટ | Moneycontrol Gujarati
Get App

કચ્છના ખાવડામાં અદાણીનો કમાલ: 5000 કરોડના ખર્ચે બનાવ્યો દેશનો સૌથી મોટો અને દુનિયાનો બીજો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્લાન્ટ

Adani Green Energy: કચ્છના ખાવડામાં અદાણી ગ્રીન એનર્જીએ 5000 કરોડના રોકાણથી દેશની સૌથી મોટી બેટરી સ્ટોરેજ સિસ્ટમ (BESS) શરૂ કરી છે. ચીન પછી આ દુનિયાનો બીજો સૌથી મોટો પ્રોજેક્ટ છે. જાણો તેની ખાસિયતો.

અપડેટેડ 02:30:42 PM Jun 15, 2026 પર
Story continues below Advertisement
Adani Green Energy: કચ્છના ખાવડામાં અદાણી ગ્રીન એનર્જીએ 5000 કરોડના રોકાણથી દેશની સૌથી મોટી બેટરી સ્ટોરેજ સિસ્ટમ (BESS) શરૂ કરી છે.

Adani Green Energy: ગુજરાતના કચ્છ જિલ્લાનું ખાવડા ફરી એકવાર દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અદાણી ગ્રીન એનર્જીએ અહીં ભારતની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ માત્ર ભારતનો જ નહીં, પરંતુ એક જ લોકેશન પર આવેલો ચીન પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો BESS પ્રોજેક્ટ બની ગયો છે. આ પ્રોજેક્ટ ભારતને ક્લીન અને ગ્રીન એનર્જી ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર લઈ જશે.

કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?

સૌર (સૂર્યપ્રકાશ) અને પવન ઊર્જાની સૌથી મોટી મર્યાદા એ છે કે તે માત્ર ત્યારે જ વીજળી પેદા કરી શકે છે જ્યારે તડકો હોય કે પવન ફૂંકાતો હોય. પરંતુ જ્યારે વીજળીની માંગ સૌથી વધુ હોય (પીક અવર્સ) ત્યારે જો સૂર્યપ્રકાશ કે પવન ન હોય તો શું કરવું? આ મોટી સમસ્યાનો ઉકેલ બેટરી સ્ટોરેજ ટેકનિક છે.

આ અત્યાધુનિક સિસ્ટમ આખો દિવસ ઉત્પાદિત થતી ગ્રીન એનર્જીને સ્ટોર કરે છે. ત્યારબાદ જ્યારે પાવરની માંગ સૌથી વધારે હોય ત્યારે આ ઊર્જાને રિલીઝ કરવામાં આવે છે. હાલમાં આ સિસ્ટમ દર 2.30 કલાકે પાવર રિલીઝ કરી રહી છે. જેનાથી પાવર ગ્રીડને મોટો સપોર્ટ મળે છે અને ગ્રીન પાવરની વિશ્વસનીયતા પણ વધે છે.

પ્રોજેક્ટની મુખ્ય ખાસિયતો અને આંકડાઓ:


જંગી રોકાણ: કંપનીએ આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 5000 કરોડ રૂપિયાનું માતબર રોકાણ કર્યું છે.

ક્ષમતા: આ ખાવડા પ્રોજેક્ટની કુલ સ્ટોરેજ ક્ષમતા 3.37 GWh છે, જેણે હવે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

વિશાળ સેટઅપ: અહીં 288 મોટા કન્ટેનર ગોઠવવામાં આવ્યા છે, જેમાં આ ગ્રીન એનર્જી સ્ટોર થાય છે.

પાવરફુલ બેટરી: દરેક કન્ટેનરની અંદર 5000 હાઈ લિથિયમ બેટરીઓ લગાવવામાં આવી છે.

રેકોર્ડ સમયમાં પૂર્ણ: આટલો મોટો અને જટિલ પ્રોજેક્ટ અદાણી ગ્રીન દ્વારા માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં જ પૂરો કરવામાં આવ્યો છે.

અદાણી ગ્રીનની ક્ષમતામાં મોટો વધારો

ખાવડામાં અગાઉથી જ 30 GW ક્ષમતાવાળા રિન્યુએબલ એનર્જી પાર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે આ 3.37 GWh ની બેટરી સ્ટોરેજ સિસ્ટમ ચાલુ થતાં અદાણી ગ્રીન એનર્જીની તાકાતમાં અનેકગણો વધારો થયો છે. આ નવી શરૂઆત સાથે, સમગ્ર ભારતમાં અદાણી ગ્રીનની કુલ ચાલુ (ઓપરેશનલ) રિન્યુએબલ ક્ષમતા વધીને 19785.8 મેગાવોટ (MW) સુધી પહોંચી ગઈ છે.

ભારતના ભવિષ્ય માટે ગેમ ચેન્જર

ખાવડામાં શરૂ થયેલી આ બેટરી સ્ટોરેજ સિસ્ટમ માત્ર અદાણી ગ્રુપ માટે જ નહીં, પરંતુ ભારતના ‘ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન' (સ્વચ્છ ઊર્જા પરિવર્તન) માટે ગેમ ચેન્જર સાબિત થશે. વધારાની ઊર્જાને સ્ટોર કરીને પીક ડિમાન્ડ વખતે સપ્લાય કરવાનું આ ટેકનિકલ માળખું ભારતીય ઊર્જા બજારની ભવિષ્યની દિશા નક્કી કરશે.

આ પણ વાંચો- શેરબજારમાં કમાણીની તક: મોતીલાલ ઓસવાલની પસંદગીના આ 3 ઓનલાઈન ટ્રાવેલ સ્ટોક્સમાં કરો રોકાણ, મળશે બમ્પર રિટર્ન!

MoneyControl News

MoneyControl News

First Published: Jun 15, 2026 2:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.