Online Travel Stocks: શેરબજારમાં ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે TBO Tek, ixigo અને Yatra Online ના શેર માટે મોટી આગાહી કરી છે. જાણો ટાર્ગેટ પ્રાઈસ અને કમાણીની તક.
Online Travel Stocks: શેરબજારમાં ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે.
Online Travel Stocks: અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારના સમાચારો બાદ ટ્રાવેલ સેક્ટર સાથે જોડાયેલા શેરો (જેમ કે SpiceJet, Indigo અને Easy Trip Planners) રોકેટની ગતિએ ભાગ્યા છે. આ બધાની વચ્ચે, દેશની જાણીતી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓ પર પોતાનો ભરોસો દર્શાવ્યો છે. ગ્રોથ અને નફાની મજબૂત શક્યતાઓને જોતા મોતીલાલ ઓસવાલે 3 ખાસ ઓનલાઈન ટ્રાવેલ સ્ટોક્સ પસંદ કર્યા છે, જે રોકાણકારોને ભવિષ્યમાં શાનદાર નફો કરાવી શકે છે.
આ પોઝિટિવ અહેવાલને પગલે TBO Tek, ixigo (Le Travenues Technology) અને Yatra Online ના શેરોમાં 8% સુધીનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. મોતીલાલ ઓસવાલે આ ત્રણેય શેરો પર બુલિશ વલણ અપનાવીને નવો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે. ચાલો વિગતે જાણીએ આ શેરો વિશે.
TBO Tek (ટીબીઓ ટેક): ભવિષ્યમાં મોટા નફાની અપેક્ષા
મોતીલાલ ઓસવાલે TBO Tek શેર માટે પોતાનું બાય (Buy) રેટિંગ જાળવી રાખ્યું છે અને તેનો નવો ટાર્ગેટ પ્રાઈસ 1765 નક્કી કર્યો છે. બ્રોકરેજ ફર્મે નાણાકીય વર્ષ 2028 ની અંદાજિત કમાણીના આધારે આ વેલ્યુએશન કાઢ્યું છે.
ગ્રોથ: બ્રોકરેજ ફર્મનું માનવું છે કે નાણાકીય વર્ષ 2026 થી 2028 ની વચ્ચે કંપનીના GTV (ગ્રોસ ટ્રાન્ઝેક્શન વેલ્યુ) માં 23% ની ઝડપે વધારો થઈ શકે છે.
માર્જિન: કંપનીનું ઓપરેટિંગ માર્જિન પણ હાલના 14% થી સુધરીને નાણાકીય વર્ષ 2028 સુધીમાં 16% થી વધુ થઈ શકે છે.
કમાણી (EPS): આ સમયગાળા દરમિયાન કંપનીની શેરદીઠ કમાણીમાં 43% નો મોટો ઉછાળો આવી શકે છે.
ઇક્સિગોની વાત કરીએ તો, બ્રોકરેજ ફર્મે 217 ના ટાર્ગેટ પ્રાઈસ અને ખરીદીની સલાહ સાથે આ શેરનું કવરેજ શરૂ કર્યું છે. કંપનીના મુખ્ય ટ્રાવેલ બિઝનેસમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળી રહ્યો છે.
ટ્રાન્ઝેક્શન ગ્રોથ: નાણાકીય વર્ષ 2026થી 2028ની વચ્ચે ફ્લાઇટ્સના GTV માં વાર્ષિક 22%, ટ્રેનોમાં 17% અને બસોના બુકિંગમાં 34% ના દરે વધારો થવાની સંભાવના છે.
નફો: કંપનીના નફામાં પણ મોટો સુધારો થવાની આશા છે. માર્જિન હાલના 6% થી વધીને 2028 સુધીમાં લગભગ 10% સુધી પહોંચી શકે છે, અને EPS વાર્ષિક 51% ની તેજ ગતિએ વધી શકે છે.
મોતીલાલ ઓસવાલે 125 ના ટાર્ગેટ પ્રાઈસ અને ખરીદી ના રેટિંગ સાથે યાત્રા ઓનલાઈનનું પણ કવરેજ શરૂ કર્યું છે.
બ્રોકરેજનું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2026 થી 2028 ની વચ્ચે કંપનીની કમાણી 41% ની ઝડપે વધી શકે છે.
કંપની અત્યારે પોતાના હોટેલ અને હોલિડે પેકેજ બિઝનેસનું સતત વિસ્તરણ કરી રહી છે. ભવિષ્યમાં કંપનીની કુલ રેવેન્યુમાં આ સેગમેન્ટનો હિસ્સો ઘણો મોટો રહેવાની અપેક્ષા છે.
મોતીલાલ ઓસવાલનું માનવું છે કે દેશનું ઓનલાઈન ટ્રાવેલ સેક્ટર અત્યારે ખૂબ જ સારી સ્થિતિમાં છે. લોકોમાં વેકેશન માટે ફરવાનો ક્રેઝ, ઓનલાઈન બુકિંગનો વધતો ટ્રેન્ડ અને બિઝનેસ ટ્રાવેલમાં આવેલા ઉછાળાનો સીધો ફાયદો આ કંપનીઓને મળી રહ્યો છે. લાંબા ગાળાના રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં આ શેરોનો વિચાર કરી શકે છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.