આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને ખાદ્ય તેલ અને સોયાબીન પર ફોકસ વધ્યું, અહીં US-ચાઈના વચ્ચે તણાવ ઓછો થવાના કારણે પામ તેલની કિંમતોને સપોર્ટ મળ્યો છે, જોકે SEA મુજબ આ વર્ષે એપ્રિલમાં વેજીટેબલ ઓઇલનો ઇમ્પોર્ટ ઘટ્યો છે. તો ચીને સોયાબીનની ખરીદી અમેરિકાથી બ્રાઝિલ ખસેડી જેને કારણે વૈશ્વિક બજારમાં સોયાબીનની કિંમતો વધતી દેખાઈ, પણ હવે બ્રેઝિલમાં ઓછા વરસાદની આશંકાએ ઉત્પાદનની સ્થિતીને લઈ પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. આ બધીના વચ્ચે ખાદ્ય તેલ અને તેલિબીયાનું આઉટલૂક આગળ કેવું બની રહ્યું છે.