શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા નબળો થઈ 88.10 પ્રતિ ડૉલરની સામે 88.14 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 4 પૈસા નબળો થઈ 88.10 પ્રતિ ડૉલરની સામે 88.14 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાની તેજી આગળ વધતા કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચતી દેખાઈ, જ્યાં comexમાં ભાવ 3675 ડૉલરના સ્તરે પહોંચ્યા હતા, તો સ્થાનિક બજારમાં આશરે 1 લાખ 12 હજારની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. USના નબળા રોજગાર આંકડાઓના કારણે અહીં સપોર્ટ મળતો દેખાયો. આ સાથે જ બજારને આ વર્ષે 3 વાર વ્યાજ દરમાં કાપની આશા બની રહી છે.
ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં સતત 40 ડૉલરના સ્તર જળવાતા જોવા મળી રહ્યા છે, અહીં શરૂઆતી કારોબારમાં 41 ડૉલરના સ્તરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, જ્યારે સ્થાનિક બજારમાં પણ 1 લાખ 24 હજારને પાર કારોબાર થઈ રહ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો બન્યા હતા, જ્યાં લેડ સિવાય તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી હતી, જોકે વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, અહીં US તરફથી એલ્યુમિનિયમ પર 50%ના ટેરિફની જાહેરાત બાદ સપ્લાઈની ચિંતાએ કિંમતોમાં મજબૂતી જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલની તેજી પણ આગળ વધતી દેખાઈ, જ્યાં બ્રેન્ટના ભાવ 66 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 63 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો હતો, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાથી વધુની ખરીદદારી જોવા મળી હતી. અહીં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો, તો US EUને ચાઈના અને ભારત પર 100% ટેરિફ લગાવવા માટે દબાણ કરી રહ્યું છે, જેની અસર પણ ક્રૂડ પર દેખાઈ રહી છે.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી આગળ વધી. બ્રેન્ટના ભાવ 67 ડૉલરની પાસે પહોંચ્યા. NYMEX ક્રૂડમાં પણ જોવા મળી તેજી. ઇઝરાયેલ દ્વારા હમાસ પર હુમલાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. US રાષ્ટ્રપતિએ યુરોપને રશિયન તેલ ખરીદદારો પર ટેરિફ લગાવવા કહ્યું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મામુલી ખરીદદારી સાથે 272ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો હતો.
એગ્રી કૉમોડિટી તરફથી મિશ્ર સંકેતો જોવાને મળ્યા, જ્યાં મસાલા પેકમાં હળદરમાં આવી આશરે 1 ટકાની તેજી જોવા મળી પણ ધાણા અને જીરામાં નરમાશ દેખાય છે. જ્યારે ગુવાર પેકમાં ફ્લેટ કામકાજ છે, તો કપાસિયા ખોળમાં દોઢ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.