ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એક્સપ્રેસે લગભગ 200 ક્રૂ મેમ્બર્સ સામે શરૂ કરવામાં આવેલી તપાસ પ્રક્રિયાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે જેઓ મે મહિનામાં બીમારીની જાણ કર્યા બાદ રજા પર ગયા હતા. આ કર્મચારીઓ રજા પર જવાના કારણે એરલાઈને મોટા પાયે ઓપરેશનલ વિક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આ નિર્ણય ગયા મંગળવારે લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં ચાલી રહેલી સમાધાન પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્રીય શ્રમ કમિશનર (સેન્ટ્રલ) દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.



