આજે મળેલી મહત્વની કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સત્તાવાર માહિતી આપશે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજની કેબિનેટ બેઠકમાં ખેડૂતોને મોટી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ખરીફ પાકની MSP વધારવાનો નિર્ણય લીધો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તુવેર દાળની MSP 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.