કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

નેચરલ ગેસમાં વોલેટાલિટી યથાવત્ છે, આજે સ્થાનિક બજારમાં ફરી નીચલા સ્તરેથી આશરે 1 ટકાથી વધુની રિકવરી સાથે 222ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

અપડેટેડ 06:53:07 PM Aug 30, 2023 પર
Story continues below Advertisement

ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી સોનાની કિંમતોને સપોર્ટ મળતા કોમેક્સ પર ભાવ 1965 ડૉલરના સ્તરની પાસે પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં 59,350ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સપ્ટેમ્બરમાં ફેડ તરફથી વ્યાજ દરમાં વધારો ન થાય તેવી સંભાવનાએ સોનામાં સેફ હેવન બાઈંગ વધતું દેખાયું છે, જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.

સોના સાથે ચાંદીની કિંમતો પણ વધતી દેખાઈ, જ્યાં વૈશ્વિક બજારમાં 24 ડૉલરની ઉપર કિંમતો પહોંચી,તો સ્થાનિક બજારમાં 76247ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ઓછા સ્ટોક અને હરિકેનની ચિંતાના કારણે ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી ફરી રિકવરી જોવા મળી, અહીં આજે બ્રેન્ટમાં 85 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે, તો NYMEX ક્રૂડમાં પણ આશરે અડધા ટકાની તેજી સાથે 81 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ, જ્યારે સ્થાનિક બજારમાં પણ પોઝિટીવિટી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, APIના રિપોર્ટ મુજબ US ક્રૂડ ઇન્વેન્ટરી 11.5 મિલિયન બેરલથી ઘટી છે, જે અનુમાન કરતા વધારે છે, અને તેનો જ સપોર્ટ આજે કિંમતોને મળી રહ્યો છે.


નેચરલ ગેસમાં વોલેટાલિટી યથાવત્ છે, આજે સ્થાનિક બજારમાં ફરી નીચલા સ્તરેથી આશરે 1 ટકાથી વધુની રિકવરી સાથે 222ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

બેઝ મેટલ્સ તરફથી આજે પણ મિશ્ર સંકેતો સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે ચાઈનાના અર્થતંત્રના આંકડા જાહેર થવાના છે, તે પહેલા LME પર કોપરની કિંમતોમાં મામુલી નરમાશ નોંધાઈ, સ્થાનિક બજારમાં કોપર કિંમતો ઘટી છે, જ્યારે એલ્યુમિનિયમ, લેડ અને ઝિંકમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.

મસાલા પેકમાં એકસન જોવા મળી. જ્યાં મસાલા પેકમાં તમામ મસાલા લીલા નિશાનમાં જોવા મળ્યા. પણ ગઈકાલની નરમાશ બાદ ગુવાર પેકમાં એક ટકાથી વધુની તેજી રહી, જોકે કપાસિયા ખોળમાં લગભગ સવા બે જેટલી મજબૂતી દેખાઈ રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 30, 2023 6:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.