સોનામાં રેકોર્ડ તેજી યથાવત્ છે, અહીં COMEX પર ભાવ 3730 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 12 હજારની ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે...ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો એક ટકાથી વધુ વધીને 255ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 88.69 પ્રતિ ડૉલરની સામે 88.62 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ 3 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હોવાથી રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો. અહીં BofAનું US માર્કેટને લઈ પૉવેલને સમર્થન મળ્યું હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી જોઈ છે.
સોનામાં રેકોર્ડ તેજી યથાવત્ છે, અહીં COMEX પર ભાવ 3730 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 12 હજારની ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે...ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો રેકોર્ડ સ્તરની પાસે સ્થિર છે. US ફેડ ચેરમેન મોંઘવારી અને વ્યાજ દર પર ભાષણ આપશે. ડૉલર ઇન્ડેક્સ 3 વર્ષના નીચલા સ્તરે છે.
ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં ભાવ 43 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 34 હજારની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી હતી.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા બેઝ મેટલ્સની ચમક વધતી, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો, તો વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો આશરે 2 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, અહીં ઇન્ડોનેશિયાની ખાણ- ફ્રી પોર્ટમાં ખાણના 5 કામદારો ગુમ થયા હોવાની ઘટના બાદ અહીં અસ્થાઈરૂપે કામકાજ બંધ પડ્યું છે, હવે ફ્રી પોર્ટ દુનિયાની બીજી સૌથી મોટી કોપર ખાણ છે, જેમા ઉત્પાદન બંધ થવાથી 1-2% global copper output પર અસર થશે.
કોપરમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને આશરે 2 મહિનાના ઉપલા સ્તરે છે. ભાવ આશરે 4% વધ્યા. ફ્રીપોર્ટ-મેકમોરાને ઇન્ડોનેશિયામાં ગ્રાસબર્ગ ખાણમાંથી ફોર્સ મેજ્યોર જાહેર કર્યું. ગ્રાસબર્ગ ખાણ વિશ્વનો બીજો સૌથી મોટો કોપરનો સ્ત્રોત છે. ગ્રાસબર્ગ વૈશ્વિક ખાણકામ કરાયેલા કોપરમાં 3.2% હિસ્સો ધરાવે છે.
USમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટવાના કારણે ક્રૂડમાં રાતોરાત 2.5 ટકાનો વધારો થતા બ્રેન્ટના ભાવ 69 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં 64 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી, જોકે ત્યાર બાદ ઉપલા સ્તરેથી મામુલી નરમાશ પણ જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો બ્રેન્ટના ભાવ વધીને 7 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતા જોયા. રાતોરાત કિંમતોમાં આશરે 2.5%નો ઉછાળો નોંધાયો. USમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટવાથી કિંમતોને સપોર્ટ છે. ઇરાક, રશિયા અને વેનેઝુએલા તરફથી એક્સપોર્ટમાં વિક્ષેપ છે. ઇરાકના કુર્દીસ્તાનમાંથી તેલ નિકાસ ફરી શરૂ થવાનું બંધ થયું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો એક ટકાથી વધુ વધીને 255ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટી તરફથી મિશ્ર સંકેતો, મસાલા પેકમાં હળદરમાં તેજી, પણ જીરા અને ધાણામાં નરમાશ, ગુવાર પેકમાં નાની રેન્જમાં કારોબાર, તો એરંડા અને કપાસિયા ખોળમાં પણ વેચવાલી.