ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા, અહીં વૈશ્વિક બજારમાં ભાવ આશરે 1 ટકા વધી 30 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 89,170ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 4 ટકાના ઉછાળા સાથે કિંમતો 247ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
ડૉલર ઇન્ડેક્સમાં આવેલી ખરીદદારીના કારણે સોનાની કિંમતો પર દબાણ બન્યું, જ્યાં સોનાના ભાવમાં 3 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો, જોકે ત્યાર બાદ રિકવરી આવતા COMEX પર ભાવ 2590 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં અડધા ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી...બજારની નજર હવે ડિસેમ્બરમાં ફેડના વ્યાજ દરને લઈ નિર્ણય પર બનેલી છે.
ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા, અહીં વૈશ્વિક બજારમાં ભાવ આશરે 1 ટકા વધી 30 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 89,170ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
બેઝ મેટલ્સમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં અડધા ટકાથી વધારેની તેજી રહી, સૌથી વધુ તેજી એલ્યુમિનિયમ અને ઝિંકમાં જોવા મળી, અહીં ચાઈનાએ એલ્યુમિનિયમ અને કોપર સહિત અન્ય વસ્તુંઓ પર માટે ટેક્સ રિબેટ દૂર કરી છે, જેનું પોઝિટીવ રિએક્શન કિંમતો પર દેખાઈ રહ્યું છે.
ચીન 5 મિલિયન ટન નિકાસને આવરી લેતી ટેક્સ રિબેટ દૂર કરશે. ચીને એલ્યુમિનિયમ માટે ટેક્સ રિબેટ દૂર કરી. કોપર, સોલાર, બેટરી, રિફાઈન્ડ ઓઈલ માટે ટેક્સ રિબેટ ઘટાડ્યું. નવો નિયમ 1 ડિસેમ્બર 2024થી લાગુ થશે. એલ્યુમિનિયમની કિંમતોમાં આશરે 4 ટકાનો ઉછાળો નોંધાયો. કોપરમાં 4 મહિનાના નીચલા સ્તરેથી રિકવરી આવી. નિકલમાં 4 વર્ષના નીચલા સ્તરની પાસે કારોબાર કરી રહ્યા છે. નિકલના ભાવ છેલ્લા 1 મહિનામાં આશરે 10 ટકા તૂટ્યા.
ગત સપ્તાહે 4 ટકા કિંમતો તૂટ્યા બાદ આજે ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 71 ડૉલરની ઉપર રહ્યા, તો nymex ક્રૂડમાં 67 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે... અહીં રશિયા-યુક્રેન વચ્ચે ફરી તણાવ વધતા ચિંતા બની, તો IEA અને OPECએ ગ્લોબલ ડિમાન્ડ ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે.. આ સાથે જ USમાં ક્રૂડની ઇન્વેનિટરી પણ વધી છે, જેની અસર કિંમતો પર દેખાઈ રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 4 ટકાના ઉછાળા સાથે કિંમતો 247ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, આજે મસાલા પેક તરફથી પોઝિટીવ ટ્રેન્ડ બન્યા, જ્યાં સૌથી વધારે તેજી જીરા અને ધાણામાં જોવા મળી હતી, જોકે ગુવાર પેકમાં દબાણ રહ્યું, જ્યાં ગુવાર ગમમાં આશરે અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. તો એરંડા અને કપાસિયા ખોળમાં પણ નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.