ક્રૂડ ઓઈલમાં ગઈકાલની વેચવાલી બાદ કિંમતો નીચલા સ્તરેથી ફરી રિકવર થઈને બ્રેન્ટમાં 73 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો NYMEX ક્રૂડમાં પા ટકાથી વધુની ખરીદદારી સાથે 72 ડૉલરની ઉપરના સ્તર દેખાયા, સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાની ચમક રેકોર્ડ સ્તરેથી ઓછી થતા comex પર ભાવ 3400 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ 1 લાખની નીચે કામકાજ જોવા મળ્યું.
સોનાની ચમક રેકોર્ડ સ્તરેથી ઓછી થતા comex પર ભાવ 3400 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ 1 લાખની નીચે કામકાજ જોવા મળ્યું, 8 સપ્તાહના ઉપલા સ્તરેથી નફાવસુલીના કારણે કિંમતોમાં વેચવાલી જોવા મળી, જોકે બજારની નજર આવતીકાલે જાહેર થનાર US ફેડની પૉલિસી પર બનેલી છે.
ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 36 ડૉલરની પાસે આવતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં પણ મામુલી નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદીના 2 વાયદા લોન્ચ થયા. સિલ્વર (30 કિલો)નો વાયદો લોન્ચ થયો. સિલ્વર મિની (5 કિલો)નો વાયદો લોન્ચ થયો. MCX પર એક સાથે 6-6 વાયદા થયા લોન્ચ. T+1માં થશે કોન્ટ્રાક્ટનું સેટલમેન્ટ.
મે મહિનામાં કમોસમી વરસાદ બાદ અસહ્ય ગરમીથી ગુજરાતવાસીઓને રાહત મળતા ગઈકાલે 10 ઇંચ મૂશળધાર વરસાદ સાથે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ, જ્યાં 200થી વધુ તાલુકાઓમાં મેઘમહેર થઈ, જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 10.12 ઇંચ વરસાદ નોંધાયો, તો પાલીતાણામાં 9.72 ઇંચ વરસાદ પડ્યો હતો. આજે હવે સુરત, વલસાડ, અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, સૌથી વધારે દબાણ ઝિંકમાં જોવા મળ્યું હતું. તો LME પર કોપર 9710 ડૉલર/10 mtની આસપાસ કારોબાર કરતું દખાયું, અહીં ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતીમાં પણ ડૉલર ઇન્ડેક્સમાં સ્ટ્રોંગ સેફહેવન ડિમાન્ડ નથી જોવા મળી, જેના કારણે કોપરને સપોર્ટ મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં ગઈકાલની વેચવાલી બાદ કિંમતો નીચલા સ્તરેથી ફરી રિકવર થઈને બ્રેન્ટમાં 73 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો NYMEX ક્રૂડમાં પા ટકાથી વધુની ખરીદદારી સાથે 72 ડૉલરની ઉપરના સ્તર દેખાયા, સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે... ઇરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધવાની આશંકાએ ક્રૂડમાં સપ્લાઈની ચિંતા બની રહી છે, જેના કારણે સપોર્ટ મળતો દેખાયો.
રાતોરાત 1 ટકાના ઘટાડા બાદ ઇન્ટ્રા ડેમાં 4 ટકાની તેજી છે. સ્થાનિક બજારમાં કિંમતોમાં મજબૂતી થઈ. બ્રેન્ટના ભાવ ફરી 73 ડૉલરની ઉપર પહોંચ્યા. NYMEX ક્રૂડમાં પણ તેજી સાથેનો કારોબાર જોવાને મળ્યો. ઇઝરાયલે ઇરાન પર વધુ હુમલા કરવાની વાત કરી. 2025 ના બીજા છ મહિનામાં વૈશ્વિક અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહેશે. OPEC+એ US અને નોન-OPECના ઓઈલ ગ્રોથ અનુમાનમાં ઘટાડો કર્યો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 322ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.