શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈ 88.27 પ્રતિ ડૉલરની સામે 88 પ્રતિ ડૉલર પર ખુલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈ 88.27 પ્રતિ ડૉલરની સામે 88 પ્રતિ ડૉલર પર ખુલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાની ચમક આગળ વધતા comex પર ભાવ3640 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિર બજારમાં પણ મજબૂતી સાથે 1 લાખ 88 હજારના સ્તરને પાર કારોબાર જોવા મળ્યો હતો..અહીં ફેડ દ્વારા વ્યાજ દર કાપની આશા પ્રબળ બનતા અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણની અસર જોવા મળી રહી છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 3646 ડૉલરના સ્તર બનતા જોયા. બજારમાં 90% લોકોને ફેડ દ્વારા વ્યાજ દરમાં 25 bps કાપની આશા છે. આ સપ્તાહે આવનાર USના CPI અને PPIના આંકડાઓ પર ફોકસ છે. નબળા ડૉલર સામે સેન્ટ્રલ બેન્કની મજબૂત ખરીદીથી સોનાને સપોર્ટ મળ્યો. ભૌગોલિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતાનો સપોર્ટ મળ્યો.
ચાંદીમાં પણ રેકોર્ડ તેજી જોવા મળી, જોકે અહીં ઉપલા સ્તરેથી મામુલી દબાણ પણ બન્યું, તેમ છતા વૈશ્વિક બજારમાં કિંમતો 41 ડૉલરની ઉપર એટલે કે ફ્યૂચરમાં ભાવ ઓગસ્ટ 2011ના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 25 હજારની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. અહીં મજબૂત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો, જોકે, વૈશ્વિક બજારમાં કોપર ફ્યૂચર્સમાં કિંમતો 1 મહિનાના ઉપલા સ્તરેથી તૂટી, ચાઈનામાં ઓછી રિફાઈનિંગ કેપેસિટીના આઉટલૂકના કારણે કિંમતો પર અસર જોઈ, જોકે ઝિંકમાં કિંમતો આશરે 5 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી, અહીં ચાઈનામાં સપ્લાઈને લઈ અનિશ્ચિતતાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.
મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો ફ્યૂચર્સમાં કોપરના ભાવ 1 મહિનાના ઉપલા સ્તરેથી ઘટ્યા. ચાઈનામાં ઓછી રિફાઈનિંગ કેપેસિટીના આઉટલૂકના કારણે કિંમતો પર અસર રહેશે. ચીને કોપર સ્ક્રેપ રિસાયકલ કરતા પ્લાન્ટ્સ માટે સબસિડી હટાવી. ઝિંકમાં 5 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર રહ્યો. ડૉલરમાં નરમાશ અને ચાઈના તરફથી સપ્લાઈ વિક્ષેપના કારણે ઝિંકને સપોર્ટ મળ્યો.
ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્ રહેતા, સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધુની મજબૂતી જોવા મળી, જ્યારે બ્રેન્ટમાં 66 ડૉલરની ઉપર કારોબાર રહ્યો, તો nymex ક્રૂડમાં 62 ડૉલરને પાર કામકાજ જોવા મળ્યું હતું. અહીં ઓક્ટોબરથી opec+ દ્વારા ઉત્પાદનમાં વધારાના નિર્ણય બાદ કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાના ઘટાડા સાથે 271ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો હતો.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, કૉટનમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઉપલા સ્તરેથી ઘટતી દેખાઈ. વધુ ઉત્પાદદના કારણે કિંમતો પર અસર રહેશે. ભારત, બ્રાઝિલ અને ટેક્સાસમાં ઉત્પાદન વધ્યું. વધુ ઉત્પાદન સામે ઓછી માગના કારણે કિંમતો ઘટી.
સોયાબીનમાં કારોબારની વાત કરીએ તો બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન વધ્યું. ચીનમાં સોયાબીનનો સ્ટોક માર્ચના ઉચ્ચતમ સ્તરે, 6.8 મિલિયન ટન. કિંમતો 1 મહિનાના ઉપલા સ્તરની પાસે રહી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.