શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત થઈ ₹95.22/$ની સામે ₹95.17/$ પ્રતિ ડૉલર પર ખૂલ્યો હતો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત થઈ ₹95.22/$ની સામે ₹95.17/$ પ્રતિ ડૉલર પર ખૂલ્યો હતો.
USમાં વ્યાજ દર સ્થિર
ફેડ દ્વારા વ્યાજ દરો 3.75%-4% પર યથાવત્ રાખ્યા. 10-2ના બહમુતથી વ્યાજ દરો પણ નિર્ણય લીધો. વધુ આંકડાથી પૉલિસીથી નક્કી કરવામાં મદદ મળશે. 2027માં FOMCની 8 બેઠક, 7માં દરો પણ નિર્ણય લેવાશે. 2028માં 6 પૉલિસી બેઠક, 2માં સ્ટ્રેટેર્જી પર ચર્ચા.
ફેડ દ્વારા વ્યાજ દરમાં ફેરફાર ન કરતા સોનાની કિંમતોમાં દબાણ વધ્યું, જ્યાં COMEX પર આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 4043 ડૉલરની નીચે કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાને પગલે ચાંદીમાં પણ વેચવાલી રહી, અહીં સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 1 લાખ 93 હજારની પાસે કિંમતો પહોંચી, જ્યારે વૈશ્વિક બજારમાં દોઢ ટકાથી વધુનો ઘટાડો અને ભાવ 54 ડૉલરની પણ નીચે આવતા દેખાયા હતા.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જોકે ફ્યૂચર્સમાં ઝિંકના ભાવ વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરે સ્થિર રહ્યા, અહીં ટૂંકાગાળે ઓછી સપ્લાઈ અને ઈલેક્ટ્રિસિટી કોસ્ટ વધતા સાથે LME પર ઓછી ઈન્વેન્ટરીના કારણે ઝિંકને સપોર્ટ મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, છતા બ્રેન્ટમાં 114 ડૉલરના સ્તર જળવાયા છે, ઓક્ટોબરમાં હાલ સુધી ક્રૂડ ઓઈલના બાવ આશરે 17 ટકા જેટલા વધતા જોવા મળ્યા છે. અહીં સાઉદીની નિકાસ ઉપલા સ્તરે પહોંચી હોવાથી અને US ક્રૂડની ઈન્વેન્ટરીમાં દબાણથી કિંમતો પર અસર દેખાઈ રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ તૂટીને 290ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી, જોકે યુરોપમાં નેચરલ ગેસની કિંમતો ડિસેમ્બર 2022 બાદથી ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ હતી.
મુખવાસ બજારનો ટ્રેન્ડ
ગિફ્ટિંગ અને મહેમાનો માટે માંગ ઘણી હોય છે. ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈઓ સાથે પ્રીમિયમ પેક્ડ વરિયાળીની માંગ છે. ઊંઝા મંડીમાં વરિયાળીનો સરેરાશ હોલસેલ ભાવ 13,625-13,750 પ્રતિ ક્વિન્ટલ છે. સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ ઓક્ટોબરના અંત સુધીમાં માંગમાં સારો સુધારો થયો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.