વાવેતર વિસ્તારમાં ફેરફારો, નિકાસની સતત માંગની અસર મસાલા પર રહી. અનાજ માટે લોજિસ્ટિક્સમાં ટ્રાન્સપોર્ટ અને વધુ એનર્જી કોસ્ટ ચિંતા છે.
ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એગ્રી કૉમોડિટીમાં ઓવર ઓલ સારા વળતર મળ્યા છે, જ્યાં મસાલા પેકમાં ધાણા ફોકસમા રહ્યું, પણ એની સાથે આ વર્ષે એગ્રી કૉમોડિટી પર અલ-નીનોની અસર પણ જોવા મળી, જેમાં ઘણા પાકોને નુકસાન થયું છે, તો પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ઈમ્પોર્ટ માટે લોજિસ્ટિક કોસ્ટ પણ વધી ગયા છે. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં જે કૉમોડિટાના ભાવ વધ્યા છે તેને નિયંત્રણમાં રાખવા સરકાર તરફથી ઘણા પગલાં પણ લેવામાં આવ્યા છે. તો આ બધાની વચ્ચે દિવાળીથી દિવાળી એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું રહ્યું તે અંગે આજે ચર્ચા કરીએ.
એગ્રી કૉમોડિટીનો ટ્રેન્ડ
સપ્લાય શિફ્ટ, હવામાન વિક્ષેપો અને વેપાર નીતિમાં ફેરફારનો અનુભવ કર્યો. ખાદ્ય તેલના ભાવમાં અસ્થિરતા જોવા મળી. ભારત જેવા મુખ્ય આયાત કેન્દ્રોમાં સોયા તેલની મજબૂત આયાત કરી છે. વૈશ્વિક પામ ઓઈલના ભાવમાં, ઉત્પાદનમાં ઘટાડાથી વધારો નોંધાયો. જીરા, ધાણાના ભાવમાં અગાઉની સીઝનમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.
વાવેતર વિસ્તારમાં ફેરફારો, નિકાસની સતત માંગની અસર મસાલા પર રહી. અનાજ માટે લોજિસ્ટિક્સમાં ટ્રાન્સપોર્ટ અને વધુ એનર્જી કોસ્ટ ચિંતા છે. અલ-નીનોની કૃષિ વિસ્તારોમાં પાકના ઉત્પાદન પર અસમાન અસર જોઈ. મુખ્ય ખાદ્ય પદાર્થો પર નિકાસ પ્રતિબંધોમાં રાહતથી સપોર્ટ મળ્યો.
NCDEX કૉમોડિટીનું આઉટલૂક
નબળું ચોમાસું અને વરસાદની અનિશ્ચિતતાની અસર રહી. આ વર્ષે ઓછા વરસાદના કારણે પાકના ઉત્પાદન અને જમીનના ભેજ અંગે ચિંતા વધી. આગળ તેલીબિયાં, કઠોળ, કપાસના પાક વાવેતરને અસર કરી શકે છે. ઓછા ઉત્પાદનથી બજાર ભાવને ટેકો મળી શકે છે. સારી ઉપજ, વધુ વાવેતર વિસ્તાર કિંમતો પર દબાણ લાવી શકે છે. જીરા અને ગુવાર સંબંધિત ભાવ નિકાસ ઓર્ડરને મજબૂત પ્રતિસાદ આપી શકે છે. મસાલા પ્રોસેસર્સ અને વેપારીઓની માંગ ધાણા, જીરા અને હળદરને ટેકો આપી શકે છે.
નિષ્ણાંતોની સલાહ
રવિ દિયોરાનું કહેવુ છે કે નવા વર્ષમાં રવી પાક માટેની સ્થિતિ થોડી ચિંતા વાળી રહી શકે છે. મસાલા પેકમાં ધાણામાં સૌથી સારા વળતર મળ્યા. છેલ્લા 8 વર્ષમાં ગત વર્ષ ચોમાસાના હિસાબે ઘણું ખરાબ રહ્યું. કોર્પ ડાયવર્જનના કારણે ધાણા કૉમોડિટી ઑફ ધ યર બની. નવા વર્ષમાં જીરા પર ખાસ ફોકસ રહેશે. દિવાળી બાદ મસાલા પેકમાં એક સારી તેજી આગળ વધશે. ગુવારપેક માટે 13-14 વર્ષ બાદ એક સારૂ વર્ષ જોવા મળ્યું. ગુવારગમમાં રોકાણ માટે ફોકસ કરવું જોઈએ.
રૂપેશ દલાલનું કહેવુ છે કે રવી પાકનું આઉટલૂક નવા વર્ષ માટે નબળું લાગી રહ્યું છે. અલ-નીનોની અસરના કારણે શેરડીના વાવેતર પર પ્રશ્નાર્થ છે. ધાણામાં હજૂપણ 15-20%ની તેજી જોવા મળી શકે છે. નવા વર્ષમાં જીરામાં ઘણી સારી તેજીની અપેક્ષા બની રહી છે.
જીરાના સપોર્ટિંગ ફોક્ટર્સ
ઉચ્ચ ગુણવત્તાવાળા બીજની ઓછી ઉપલબ્ધતા છે. ભારતમાં ઉત્પાદન ઘટવાની અપેક્ષાઓએ ભાવને ટેકો આપ્યો.
દિવાળી 2025ના સ્તરથી ઘણી સારી રિકવરી જોઈ. વાર્ષિક ધોરણે આશરે 111% થી વધી 115% ગ્રોથ આવ્યો. ઓછું ઉત્પાદન અને ઓછી સપ્લાઈના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. ખેડૂતો રાઈ અને ચણા તરફ વળતા ધાણાની વાવણીમાં ઘટાડો થયો.
ગુવાર પેકમાં કારોબાર
ગત વર્ષ નબળું જોવા મળ્યું હતું. ગત સંવતથી આ સંવત ગુવારગમમાં આશરે 70 ટકાના વળતર મળ્યા. ગત સંવતથી આ સંવત ગુવારસીડમાં આશરે 62%ના વળતર મળ્યા.
ગુવાર પેક માટે નેગેટીવ ફેક્ટર્સ
નવેમ્બર કોન્ટ્રાક્ટમાં ગુવારસીડમાં 5% અને ગુવારગમમાં 6%નો ઘટાડો નોંધાયો.
ગુવાર પેકના સપોર્ટિગ ફેક્ટર્સ
રાજસ્થાન અને ગુજરાતમાં સારા પાકની સંભાવનાઓ મળી છે. ચોમાસાની અસર, નિકાસ માંગ, ગુવાર ગમની ઔદ્યોગિક માંગ છે.