મની માર્કેટ બંધ હોવાથી કરન્સી બજાર તરફથી કોઈ સંકેતો નથી, તેમ છતા શુક્રવારે ડૉલર ઇન્ડેક્સ 97ના સ્તરની ઉપર રહ્યો હતો, અને રૂપિયામાં 88.27 સુધીના સ્તર જોવા મળ્યા હતા.
મની માર્કેટ બંધ હોવાથી કરન્સી બજાર તરફથી કોઈ સંકેતો નથી, તેમ છતા શુક્રવારે ડૉલર ઇન્ડેક્સ 97ના સ્તરની ઉપર રહ્યો હતો, અને રૂપિયામાં 88.27 સુધીના સ્તર જોવા મળ્યા હતા.
સોનામાં વૈશ્વિક બજારમાં ભાવ 3600 ડૉલરના રેકોર્ડ સ્તરની પાસે પહોંચતા દેખાયા, જોકે ત્યાર બાદ ઉપલા સ્તરેથી થોડી વેચવાલી જોઈ, પણ કિંમતો 3500ના સ્તરની ઉપર યથાવત્ છે, જ્યારે સ્થાનિક બજારમાં ભાવ આશરે અડધા ટકાથી વધુ ઘટીને 1 લાખ 7 હજાર 200ના સ્તરની પાસે પહોંચતા જોવા મળ્યા હતા. અહીં શુક્રવારે USના નબળા રોજગાર આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો હતો.
સોનામાં કારોબારની વાત કરીએ તો સોનાની કિંમતો રેકોર્ડ ઉપલા સ્તરેથી ઘટી. COMEX પર ભાવ 3600 ડૉલરના સ્તરેથી તૂટ્યા. ઘટાડો હોવા છતા વૈશ્વિક બજારમાં 3500 ડૉલરના સ્તરે સ્થિર છે. USના નબળા રોજગાર આંકડાઓથી મળ્યો હતો કિંમતોને સપોર્ટ મળ્યો છે. સપ્ટેમ્બરમાં 25 bps વ્યાજ દર કાપની આશા પ્રબળ બની. PBOCએ ઓગસ્ટ મહિનામાં સતત 10માં મહિને ગોલ્ડ હોલ્ડિંગ વધારી છે.
ચાંદીમાં શુક્રવારે નવા 14 વર્ષના ઉપલા સ્તર બનતા દેખાયા, જોકે ત્યાર બાદ ઉપલા સ્તરેથી વેચવાલી પણ જોઈ, તેમ છતા વૈશ્વિક બજારમાં 40 ડૉલરના સ્તર જળવાતા જોયા, જ્યારે સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 1 લાખ 23 હજારના સ્તરની પાસે કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. અહીં મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં લેડમાં થોડી વેચવાલી જોઈ, પણ ઝિંકમાં પા ટકાથી વધુની ખરીદદારી સાથેનો કારોબાર નોંધાયો હતો, જોકે વૈશ્વિક બજારમાં કોપરના ભાવ વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા. જ્યાં ચાઈનાએ કોપર સ્ક્રેપ રિસાયકલ કરતા પ્લાન્ટ્સ માટે સબસિડી દૂર કરી હોવાથી કિંમતો પર અસર જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં ફરી રિકવરી આવતા બ્રેન્ટના ભાવ આશરે 1 ટકાથી વધુ વધીને 66 ડૉલરની ઉપર રહ્યા, તો NYMEX ક્રૂડમાં પણ 62 ડૉલરની ઉપર કિંમતો પહોંચી, જ્યારે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો... અહીં OPEC+ તરફથી ઉત્પાદન વધારવાના નિર્ણય બાદ કિંમતોમાં મજબૂતી વધતી દેખાઈ.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો OPEC+ દ્વારા ઉત્પાદન વધારવાના નિર્ણયથી સપોર્ટ મળ્યો છે. ઓક્ટોબરથી OPEC+ 1.37 લાખ bpd ઉત્પાદન વધારશે. એપ્રિલથી OPEC+ એ 2.5 mbpd ઉત્પાદન ઘટાડ્યું છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકાથી વધુ વધીને 275ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
એગ્રી કૉમોડિટીમાં મસાલા પેકમાં ધાણામાં નરમાશ, પણ હળદર અને જીરામાં પોઝિટીવ કારોબાર, ગુવાર પેકમાં વેચવાલી, તો એરંડા અને કપાસિયા ખોળમાં મજબૂતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.