સોના સાથે ચાંદીમાં પણ તેજી આગળ વધતી દેખાઈ, જોકે શરૂઆતી કારોબારમાં અહીં ઉપલા સ્તરેથી મામુલી દબાણ જોવા મળ્યું તેમ છતા, વૈશ્વિક બજારમાં ભાવ 36 ડૉલર પર સ્થિર રહ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 600ને પાર કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં માત્ર કોપરમાં થોડી ઘણી પોઝિટીવિટી જોવા મળી હતી, પણ એલ્યુમિનિયમ અને ઝિંકમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો થઈ 86.08 પ્રતિ ડૉલરની સામે 86.18 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ક્રૂડમાં તેજી અને ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવા ભૌગોલિક તણાવ વધતા સોનાને સપોર્ટ મળ્યો, અહીં શરૂઆતી કારોબારમાં mcx પર ભાવ 1 લાખને પાર હતા, તો વૈશ્વિક બજારમાં 3430 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. US તરફથી ટેરિફને લઈ અનિશ્ચિતતાએ પણ સોનાને સપોર્ટ મળી રહ્યો છે. જ્યાં સેફ હેવન ખરીદદારી વધતા સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં સારી તેજી જોવા મળી રહી છે.
સોના સાથે ચાંદીમાં પણ તેજી આગળ વધતી દેખાઈ, જોકે શરૂઆતી કારોબારમાં અહીં ઉપલા સ્તરેથી મામુલી દબાણ જોવા મળ્યું તેમ છતા, વૈશ્વિક બજારમાં ભાવ 36 ડૉલર પર સ્થિર રહ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 600ને પાર કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં માત્ર કોપરમાં થોડી ઘણી પોઝિટીવિટી જોવા મળી હતી, પણ એલ્યુમિનિયમ અને ઝિંકમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજાર તરફથી મળતા સંકેતોના આધારે શંઘાઈ પર કોપરની ઇન્વેન્ટરી 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી હોવાથી વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો ઘટતી દેખાઈ હતી.
ક્રૂડની કિંમતોમાં સતત બીજા દિવસે સારી ખરીદદારી જોવા મળી, અહીં શુક્રવારે ભાવ આશરે 7 ટકા વધતા દેખાયા હતા, આજે બ્રેન્ટના ભાવ 74 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 73 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાથી વધુની તેજી જોવા મળી હતી. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે તણાવ વધતા અહીં સપ્લાઈ ઓછી થવાની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2 ટકાથી વધુ વધીને 314ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી હતી.
ગુજરાત હાલમાં ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું છે. જોકે, કેટલાક ભાગોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં ટૂંક સમયમાં વરસાદની અપેક્ષા છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના મતે, 12 થી 15 જૂનની આસપાસ ચોમાસુ સક્રિય થતું જોવા મળી શકે છે.