શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 303ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 87.93 પ્રતિ ડૉલરની સામે 87.83 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ભારત અને US વચ્ચે સંબંધો સુધરવાની આશાએ અને ઇક્વિટી બજારમાં મજબૂતીના કારણે રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો.
ક્રૂડ ઓઈલમાં તોફાની તેજી જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ આશરે 3 ટકા જેટલા વધ્યા, બ્રેન્ટમાં અઢી ટકાથી વધુની તેજી સાથે 64 ડૉલરને પાર કારોબાર નોંધાયો, તો NYMEX ક્રૂડમાં પણ અઢી ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે રશિયા પર USના નવા પ્રતિબંધો લાગતા કિંમતોને સપોર્ટ મળ્યો, તો સાથે જ USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 0.96 મિલિયન bblથી ઘટી હોવાથી પણ ક્રૂડમાં મજબૂતી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કિંમતોમાં આશરે 2 ટકાનો ઉછાળો નોંધાયો. 5 મહિનાના નીચલા સ્તરેથી ક્રૂડ ઓઈલમાં રિકવરી જોવા મળી. USએ રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી. EUએ રશિયાના શેડો ટેન્કરો, LNG આયાત પર નવા પ્રતિબંધો લગાવ્યા. USમાં ક્રૂડ ઇન્વેન્ટરી 0.96 મિલિયન bblથી ઘટી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 303ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
આવતીકાલે USના મોંઘવારીના આંકડા આવવા પહેલા વૈશ્વિક બજારમાં સોનામાં રેકોર્ડ સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં મંગળવારે ભાવ આશરે 6 ટકા તૂટ્યા હતા, જે 12 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. જોકે સ્થાનિક બજારમાં હજૂ પણ અડધા ટકાથી વધુની તેજી સાથે 1 લાખ 22 હજાર 800ની પાસે કારોબાર જોવા મળ્યો, આમ 2025માં હાલ સુધી સોનાની કિંમતો 55% ઉપર જતી જોઈ છે.
સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતો રેકોર્ડ સ્તરેથી તૂટી. મંગળવારે 12 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોયો. COMEXના રેકોર્ડ હાઈથી કિંમતો આશરે 6 ટકા જેટલી તૂટી. 2025માં હાલ સુધી ભાવ 55 ટકા વધતા જોયા. US-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાએ કિંમતો પર દબાણ જોવા મળ્યુ. આવતીકાલે USના મોંઘવારીના આંકડા પર નજર રહેશે.
ચાંદીમાં પણ COMEX પર ભાવ રેકોર્ડ સ્તરેથી તૂટીને 49 ડૉલરની નીચે આવ્યા, રેકોર્ડ બ્રેકિંગ તેજી બાદ નફાવસુલી જોવા મળી, જોકે સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધુની ખરીદદારી સાથે 1 લાખ 46 હજાર 600ના સ્તરને પાર કારોબાર જોવા મળી રહ્યો છે...અહીં ભૌગોલિક તણાવની સ્થિતી હળવી થવાની આશાએ સેફ હેવન ડિમાન્ડ ઘટતા કિંમતો પર અસર જોવા મળી હતી.
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતો રેકોર્ડ સ્તરેથી તૂટી. COMEX પર ભાવ 49 ડૉલરની નીચે આવ્યા. રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ કિંમતોમાં નફાવસુલી જોઈ. ભૌગોલિક તણાવ સુધરતા સેફ હેવન ડિમાન્ડ ઘટી. સ્થાનિક બજારમાં કિંમતોમાં તેજી યથાવત્ રહી.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી, જ્યાં કોપરમાં સૌથી વધુ ખરીદદારી રહી, તો વૈશ્વિક બજારમાં પણ ડૉલર ઇન્ડેક્સમાં દબાણની પોઝિટીવ અસર મેટલ્સ પર દેખાઈ હતી.
એલ્યુમિનિયમમાં કારોબારની વાત કરીએ તો 2025માં હાલ સુધી કિંમતો આશરે 10 ટકા વધી. ફિઝીકલ માર્કેટમાં ઓછી સપ્લાઈના કારણે સપોર્ટ મળ્યો. આઇસલેન્ડની મુખ્ય રિફાઇનરીઓમાં વીજળીની અછત મળી. ઓસ્ટ્રેલિયામાં ક્વિનાના રિફાઇનરી બંધ કરશે અલ્કોઆ. આ વર્ષે LME સ્ટોક 25 ટકા ઘટ્યો. કિંમતો વધીને 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચી.